Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ભૂપેશ બઘેલના આરોપોને ફગાવતા ઓમર અબ્દુલ્લા: કહ્યું સચિન પાયલોટના બળવા સાથે કાંઈપણ લેવાદેવા નથી

તેમના વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજસ્થાનની રાજકીય સંગ્રામમાં એન્ટ્રી કરી છે, ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, આ કેસમાં તેમને અને તેના પિતા ફારૂક અબ્દુલ્લાને બિનજરૂરી રીતે ખેંચવામાં આવી રહ્યા છે.

 ઓમર અબ્દુલ્લાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, તેઓ આવા ખોટા અને અધમ આરોપો સાંભળીને કંટાળી ગયા હતા કે, સચિન પાયલોટ રાજસ્થાનમાં જે પણ કરી રહ્યા છે, તેની સાથે ફારૂક અબ્દુલ્લા અથવા તેમને ક્યાંય પણ કોઈ વાતે લેવા દેવા નથી. આ કેસમાં તેમણે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ પર પ્રહારો કર્યા હતા. અને તેમના વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, તેઓ રાજસ્થાનની ઘટનાને લઈ ઝીણવટ પૂર્વકનો અભ્યાસ કરી રહ્યા છે. પણ આ બાબત હેરાન કરનારી છે કે, ઉમર અબ્દુલાના શા માટે છોડવામાં આવ્યા. ભૂપેશ બઘેલે જણાવ્યુ હતું કે, તેમને અને મહેબૂબાને એક જ ધારા અંતર્ગત ધરપકડ કરાયા હતા તો પછી મહેબૂબા હજૂ પણ જેલમાં કેમ છે. અને ઉમર જેલની બહાર આવ્યા. આવુ એટલા માટે બન્યુ છે કે, સચિન પાયલોટ અને ઉમર વચ્ચે સંબંધ છે.

  અત્રે ઉલ્લેખનીય છેકે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે.

(12:57 pm IST)