Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

યુજીસી દ્વારા પરીક્ષાના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો

નવી દિલ્હી તા. ૨૧ : કોરોનાની સ્થિતિમાં દેશભરમાં તમામ વિશ્વ વિદ્યાલયો અને કોલેજોમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાની સુચના યુજીસીએ આપી છે જે નિર્ણય રદ્દ કરવા સુપ્રિમ કોર્ટમાં ન્યાય માંગ કરવામાં આવી છે. આ અંગે એક અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી ૭ જુલાઇએ યુજીસીએ આપેલ દિશા-નિર્દેશોને પડકારી છે. અરજીકર્તાઓમાં એક કોરોના પીડીતનો પણ સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું છે કે, તેઓને પરીક્ષા આપવા મજબુર કરાવાય છે.

અરજીકર્તાએ જણાવ્યું છે કે, વિભન્ન પરીક્ષાઓ તેમજ બોર્ડની પરીક્ષામાં ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા પણ રદ્દ કરી આંતરિક મૂલ્યાંકનને આધારે પરિણામ જાહેર થાય છે તો અંતિમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કેમ નહીં ?

(2:41 pm IST)