Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મોટી રકમની લેણ-દેણ કરનારા ઉપર આયકર તંત્રની નજર

મોટી રકમની લેણી-દેતી રીટર્નમાં દર્શાવી ન હોય તેઓને નોટીસ

નવી દિલ્હી તા. ૨૧ : ઇન્કમટેકસ વિભાગ એવા લોકોની જાણકારી મેળવી રહી છે કે જેઓએ તેઓના ખાતામાં મોટી રકમની લેણ-દેણ કરી હોય પરંતુ ઇન્કમટેકસ રીર્ટનમાં દર્શાવ્યું ન હોય... ઇન્કમટેકસ રીર્ટનમાં ક્ષતિ હોય તેવા લોકોને ઇન્કમટેકસ વિભાગ ઇ-અભિયાન શરૂ કરવા જઇ રહી છે. ૨૦ જુલાઇથી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી ચાલશે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અનુસાર ઇ-અભિયાન યોજના મુજબ આયકર વિભાગ આવા લોકોને ઇ-મેઇલ દ્વારા લેણ-દેણની સત્યતા જાણશે.

જો કોઇ મોટી રકમની લેણ-દેણ કરી હોય અને તેની વિગત ઇન્કમટેકસ રીટર્નમાં ન દર્શાવી હોય તેઓને નોટીસ મળી શકે છે.

(2:42 pm IST)