Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રાહુલ ગાંધીએ મોદી સરકારની કોરોનાકાળની 'ઉપલબ્ધિઓ' ગણાવી

દેશ કોરોના સામેની લડતમાં આત્મનિર્ભર છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૨૧: કોરોના વાયરસ મહામારીની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી  સરકારને આડે હાથ લીધી છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૧૧ લાખને પાર પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા સરકારની સાત મહિનાની ઉપલબ્ધિઓ ગણાવી છે. રાહુલ ગાંધીએ મંગળવારે સરકાર પર રાજસ્થાનની ગહેલોત સરકાર પાડવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિઓ ૅં ફેબ્રુઆરીમાં- નમસ્તે ટ્રમ્પ, માર્ચ- મધ્ય પ્રદેશમાં સરકાર પાડવામાં આવી, એપ્રિલમાં મીણબત્ત્।ી પ્રગટાવવામાં આવી, મેમાં- સરકારની ૬જ્રાક વર્ષગાંઠ, જૂન- બિહારમાં વર્ચ્યુલ રેલી, જુલાઈ- રાજસ્થાન સરકાર પાડવાના પ્રયાસ. તેથી દેશ કોરોનાની લડાઈમાં આત્મનિર્ભર છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાનો આંકડો ૧૧ લાખને પાર પહોંચી ગયો છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં સૌથી વધુ ૪૦,૪૨૫ નવા કેસ સામે આવ્યા હતા.

(4:22 pm IST)