Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

૨૦૦ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નરેન્દ્રભાઇના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન

દેશભરમાં દસ કરોડ ભવ્ય રામમૂર્તિનું થશે વિતરણ : ઘર ઘરમાં બિરાજશે ભગવાન શ્રીરામ : ભૂમિપૂજન વિધિમાં ૫૦ હસ્તીઓને કરાશે સામેલ

અયોધ્યા તા. ૨૧ : રામ મંદિરને હવે લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે ઙ્ગરામ મંદિર નિર્માણની તૈયારીઓ ભવ્યાતિભવ્ય રીતે થઇ રહી છે ત્યારે ઙ્ગરામ મંદિરના ભૂમિ પૂજનના સમાચાર મળી રહ્યા છે કે ૫ ઓગષ્ટે સવારે ૧૧ થી ૧ વચ્ચે ૨૦૦ જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં નરેન્દ્રભાઇના હસ્તે ભુમીપુજન કરવામાં આવશે. આ હસ્તીઓમાં પ્રધાનમંત્રી મોદી સાથે રામ મંદિરના આંદોલન સાથે જોડાયેલા નેતાઓ, રાજયોના મુખ્યમંત્રી અને સાંધાના કેટલાંક દિગ્ગજ પદાધિકારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાને હાલમાં વૈશ્વિક મહામારી કોરોના ના લીધે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે માટે ૫૦ લોકોની ઉપસ્થિતિમાં જ અને અયોધ્યાવાસીઓને સાથે રાખીને ભુમીપુજન કરવામાં આવશે.

અયોધ્યાના તમામ ઙ્ગલોકો ઙ્ગ આ ઐતિહાસિક પળને નજરે જોઈ શકે તે માટે આખા અયોધ્યામાં શેરી ગલીઓમાં મોટો મોટી સ્ક્રીન મુકવાની તૈયારીઓ પણ હાલ થઇ ગઈ છે. તો હાલમાં આ ભૂમિપૂજન સાથે અયોધ્યામાં અનેક જાણીતા મૂર્તિકાર પણ આવી ચુકયા છે અને તેઓ મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. કહેવાય રહ્યું છે કે રામ મંદિરના ભુમીપુજન સમયે ઓછામાં ઓછા ૧૦ કરોડ શ્રદ્ઘાળુઓને આ મૂર્તિ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

અયોધ્યાના મહંત ઙ્ગગોપાલદાસના જણાવ્યા અનુસાર રામ મંદિર શિલાન્યાસ માટે પ્રધાન મંત્રી મોદી સાથે જાણીતા રાજકારણી નેતાઓ તેમજ હસ્તીઓને પણ બોલાવવામાં આવ્યા છે.

રામ મંદિર આંદોલનના વાહક લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભરતી, સાધ્વી રિતંભરા, આ ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવત, દેશના મુખ્ય સંત ગણ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રતાજનાથ સિંહ, જુદા જુદા પ્રદેશોના નેતા મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાઓને પણ આ ભુમીપુજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તો કોરોનાને લીધે સંક્રમણના ભયના કારણે અને નિયમોને આધીન આ શિલાન્યાસ માટે માત્ર ૫૦ લોકોને જ ત્યાં ઙ્ગ હાજર રહી ઙ્ગમંજૂરી આપવામાં આવી છે.

૫ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન અભિજીત મુહૂર્તમાં 'સર્વાર્થ સિદ્ઘિ યોગ'માં દિવસના ૧૨.૩૦ ઙ્ગકલાકે કરવામાં આવશે. તામ્ર કળશમાં ગંગાજળ અને અન્ય તીર્થોના જળથી પૂજા કરવામાં આવશે. આ પૂજાની તૈયારી ૩ ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.

રામ મંદિરની વિશેષતા

રામ મંદિરનો નકશો ૩૭ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. મંદિરને ભવ્યાતિભવ્ય બનાવવા માટે હવે આ નકશામાં થોડા ફેરફાર કરવામાં આવ્યો છે. ગત શનિવારે રામ મંદિર નિર્માણ સમિતિની એક બેઠકમાં આ નીર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરના ૩ શિખરોની જગ્યા એ ૫ શિખરો કરી નાખવામાં આવશે. મંદિરનો વિસ્તાર ૪૭૦૦૦ વર્ગફૂટ માંથી ૫૭૦૦૦ વર્ગફૂટ કરવામાં આવ્યો છે. જયારે મંદિરની ઊંચાઈ ૧૪૮ ફૂટ થી વધારીને ૧૬૧ ફૂટ કરી દેવામાં આવી છે. ૩૩ ફૂટ ઉંચાઈ વધવાથી હવે મંદિર ૨ માળની જગ્યાએ ૩ ઙ્ગ માળનું બનશે. જેમાં કુલ ૩૧૮ સ્તંભ હશે. જેમાંથી દરેક માળ ઙ્ગઉપર ૧૦૬ સ્તંભ ઙ્ગમુકવામાં આવશે. ગર્ભગૃહ અને સિંહ દ્વારના નકશામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રામ મંદિરના અગ્રભાગ, સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપને મૂકીને બીજા બધા ભાગના નકશામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરના ચારેય ખૂણે સીતાજી, લક્ષ્મણજી, ભરતજી, અને ગણેશજીના ચાર મંદિર બનવવામાં આવશે. રામ મંદિર મોડેલ તૈયાર કરનાર ચંદ્રકાન્ત સોમપુરાના બંને દીકરા નિખિલ અને આશિષ સોમપુરા મંદિરના નવા નકશા ઙ્ગઉપર કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ કામ પૂરૃં થતાં ૩થી સાડાઙ્ગ૩ વર્ષ જેટલો સમય કામ ચાલશે.

(4:26 pm IST)