Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પાયલટ જુથને મળી ર૪મી સુધીની મહેતલ

રાજસ્થાન રાજકીય સંકટ

નવી દિલ્હી : રાજસ્થાન રાજકીય સંકટ મામલે આજે હાઇકોર્ટે સચિન પાયલટ જુથને ર૪ જુલાઇ સુધી મહેતલ આપી છે. હાઇકોર્ટે સ્પીકર સી.પી.જોશીને જણાવ્યું છે કે તમે ર૪ જુલાઇ સુધીમાં કોઇ કાર્યવાહી કરતા નહી, હાલ હાઇકોર્ટમાં ચર્ચાએ બાબતને લઇને થઇ રહી છે કે શું ર૪મીએ ફેંસલો આવશે : સચિન પાયલટ જુથે સ્પીકરની નોટીસ વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. ગત શુક્રવારથી સુનાવણી શરૂ થઇ છે. જે આજે પણ ચાલુ છે. હાઇકોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષીત રાખ્યો છે.

(4:27 pm IST)