Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મોદી સરકાર બનાવી રહી છે નવો કાયદો

મા-બાપને તરછોડયા તો આપવા પડશે મહિને ૧૦,૦૦૦

નવી દિલ્હી, તા.૨૧: કોરોનાની કામગીરીમાં નિષ્ફળતાને ધોઈ નાંખવા મોદી સરકારે કમર કસી છે. તેના ભાગરૂપે મોદી સમાજના એક પછી એક વર્ગને ખુશ કરવાના પગલાં લઈ રહી છે. સરકારી કર્મચારીઓના ડી.એ.માં વધારો કરીને મોદી સરકારે તેમને ખુશ કરી દીધા ને હવે સીનિયર સીટિઝન્સનો વારો છે.

મોદીએ સંસદના ચાલુ સત્રમાં જ મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન્સ સુધારા બિલ રજૂ કરવા ફરમાન કરી દીધું છે. આ કાયદા હેઠળ વાલીઓની સારસંભાળ નહીં લેનારા સંતાનોને મહિને ૧૦ હજાર રૂપિયા કરતાં વધારે નિભાવ ખર્ચ આપવાની ફરજ પડાશે. મોદી કેબિનેટે ૨૦૧૯માં આ ખરડાને મંજૂરી આપી દીધેલી પણ સંસદમાં ખરડો પસાર થયો નથી.

મોદીએ ભાજપ સાંસદોને અને સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટને આ ખરડાનો જોરશોરથી પ્રચાર કરવાની સૂચના આપી દીધી હોવાનો સૂત્રોનો દાવો છે. સંતાનોએ તરછોડી દીધેલા વૃધ્ધોને મહિને ૧૦ હજાર રૂપિયા મળશે એ રીતે પ્રચાર કરવા ખાસ સૂચના અપાઈ છે કે જેથી ઉત્ત્।ર પ્રદેશ સહિત પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળે.

(3:25 pm IST)