Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

એકટ્રેસને ૨૦ મિનિટના ૩૦ હજાર અપાતા : બળજબરીપૂર્વક કરાવાતું કામ : સાડા પાંચ મહિના સુધી પોલીસે કર્યુ હતું ઇન્વેસ્ટિગેશન

પોર્ન ફિલ્મોના રેકેટમાં રાજ કુન્દ્રા જ માસ્ટર માઇન્ડઃ લોકડાઉનમાં પણ શુટીંગ ચાલતુ હતુ : એક મોડલે કહ્યું પોર્ન ફિલ્મના શુટીંંગ માટે મેં ના પાડી તો મને ધમકાવાઇ હતી, એગ્રીમેન્ટના સાઇન કરાવાય છે કે જો કામ નહિ કરો તો ૧૦ લાખ આપવા પડશે

મુંબઈ : અશ્લિલ ફિલ્મો બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ કરતા પહેલા સાડા પાંચ મહિના સુધી તપાસ કરી હોવાનો ખુલાસો થયો છે.લંડનથી લઈને મુંબઈ સુધી ફેલાયેલા પોર્ન ફિલ્મોના રેકેટની ગંધ મુંબઈ પોલીસને ફેબ્રુઆરી મહિનામાં આવી હતી. આ સમગ્ર રેકેટમાં રાજ કુન્દ્રા માસ્ટર માઈન્ડ હોવાનુ પોલીસ માની રહી છે.

 પોલીસે પહેલા તો ફેબ્રુઆરી મહિનામાં મડ આઈલેન્ડના એક બંગલા પર દરોડો પાડ્યો હતો અને ત્યાં પોર્ન ફિલ્મોનુ શૂટિંગ થઈ રહ્યુ હતુ. પોલીસે સ્થળ પરથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે ટીવી એકટ્રેસ ગહેના વશિષ્ઠની ધરપકડ કરી હતી. તેણે ૮૭ અશ્લીલ વીડિયો શૂટ કરીને વેબસાઈટ પર પોસ્ટ કર્યા હતા. આ વેબસાઈટ પર ૨૦૦૦ રૂપિયાના સબસ્ક્રિપ્શન સાથે આ વીડિયો જોઈ શકાતા હતા.

 ગહેનાએ પોલીસની પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા હતા. એક સમાચાર પત્ર પ્રમાણે લોકડાઉનમાં જ્યારે ફિલ્મોની શૂટિંગ બંધ હતી ત્યારે પણ મડ આઈલેન્ડના બંગલામાં પોર્ન ફિલ્મોનુ શૂટિંગ ચાલતુ હતુ. પોલીસે જે પાંચની ધરપકડ કરી હતી તેમાં રોયા ખાન ઉર્ફે યાસ્મીન આ રેકેટ ચલાવતી હતી અને તેણે કબૂલ્યુ હતુ કે ૫૦ કરતા વધારે પોર્ન ફિલ્મો તેને બનાવી હતી. બીજી મહિલા પ્રતિભા નાલવાડે પોર્ન ફિલ્મોની પ્રોડકશન ઈન્ચાર્જ હતી. જે ત્રણ પુરૂષોને પકડવામાં આવ્યા હતા તેમાં કેમેરામેન મોનુ જોષી તથા ભાનુ ઠાકુર અને નાસિર નામના બે પુરૂષો પણ હતા. તેઓ આ ફિલ્મોમાં એકિંટગ કરતા હતા.

 પોર્ન ફિલ્મો માટે એકટ્રેસને ૨૦ મિનિટના ૩૦ રૂ. અપાતા હતા. કેટલીક મોડેલ્સે પોલીસને ફરિયાદ કરી ત્યારે વધારે જાણકારી બહાર આવી હતી. એક મોડેલે કહ્યુ હતુ કે ,પોર્ન ફિલ્મના શૂટિંગ માટે મેં ના પાડી ત્યારે મને ધમકાવાઈ હતી કે, મેં જે એગ્રીમેન્ટ સાઈન કર્યુ છે તેમાં શરત મુકાઈ છે અને હું કામ નહીં કરૂ તો મારે દસ લાખ રૂપિયા આપવા પડશે.

 પોર્ન ફિલ્મોના રેકેટની તપાસ ગુજરાતના સુરત સુધી પહોંચી હતી. પોલીસે તનવીર હાશમી નામના આરોપીની ધરપકડ કરી હતી. જે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર પોર્ન મૂવી અપલોડ કરતો હતો.

 આ કેસમાં એક મોટી કંપનીના એમડી ઉમેશ કામત તેમજ હોટહિટ મૂવીઝ એપના સંચાલક શાન બેનરજીની પણ ધરપકડ કરાઈ હતી.એ પછી બીજી કેટલીક એકટ્રેસ અને મોડેલ્સે પોલીસને કહ્યુ હતુ કે, તેમની સાથે પણ બળજબરીપૂર્વક આ ફિલ્મોમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. પહેલા તેમને ફિલ્મોમાં કામ આપવાના નામે સંપર્ક કરાતો હતો અને બાદમાં તેમની પાસે પોર્ન ફિલ્મોમાં બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હતુ.

 તે સમયે પોલીસને રાજ કુન્દ્રાની ચેટ હાથ લાગી હતી. જેમાં બીજા પાંચ મેમ્બર પણ હતા. આ ચેટમાં પોર્ન ફિલ્મોના બિઝનેસને લગતી વાત હતી અને ચેટમાં કહેવાયુ હતુ કે, દરેક વીકે એક ફિલ્મ રિલિઝ કરીને રેવેન્યૂ વધારવા પર ભાર મુકાવો જોઈએ.આમ પોલીસે સંખ્યાબંધ લોકોના તેમજ આરોપીઓના નિવેદન અને બીજા પૂરાવાના આધારે આખરે રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે.

(3:28 pm IST)