Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

૪૦ લાખ કામદારો માટે સારા સમાચાર! બેકારીના લાભરૂપે સરકાર આપશે ૩ મહિનાનો અડધો પગાર

૨૧,૦૦૦ રૂપિયા સુધીના માસિક પગાર ધરાવતા ઈન્ડસ્ટ્રીયલ કામદારો ઇએસઆઈની યોજનાના લાભ ઉઠાવી શકે છે

નવી દિલ્હી,તા.૨૧ : ઈન્ડસ્ટ્રીયલ કામદારો માટે એક ખુશખબર સામે આવી છે. કોરોના વાયરસને કારણે બેકાર બનેલાં આ કામદારો માટે મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. ઔદ્યોગિક કામદારોને બેરોજગારીના લાભ તરીકે સરકારે ગુરુવારે ત્રણ મહિનાના પગારની અડધા તકની યોગ્યતાના માપદંડમાં છૂટછાટ આપી હતી. સરકારના આ નિર્ણયને કારણે ૪૦ લાખ ઈન્ડસ્ટ્રીયલ કામદારોને લાભ મળશે.

કર્મચારીઓની રાજય વીમા નિગમ (ESIC)ની મળેલી બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ESI, શ્રમ મંત્રાલય હેઠળ, ભારતમાં ઔપચારિક ક્ષેત્રના કામદારો માટે સ્વ-ફાઇનાન્સિંગ આરોગ્ય વીમા યોજના છે અને તેનું સંચાલન ESIC દ્વારા કરવામાં આવે છે. ૨૧,૦૦૦ રૂપિયા સુધીના માસિક પગાર ધરાવતા ઈન્ડસ્ટ્રીયલ કામદારો ઇએસઆઈની યોજનાના લાભ ઉઠાવી શકે છે.

ESICના બોર્ડ સદસ્ય અમરજીત કૌરે ટંકશાળે જણાવ્યું હતું કે, આ પગલાંથી ESIC હેઠળ પાત્રતા ધરાવતાં ઈન્સ્યોર્ડ વ્યકિતને છેલ્લા સરેરાશ પગારના ૫૦ ટકા સુધીનો કેશ બેનેફિટ ૩ મહિના માટે મળશે. આ યોજના માટેનો લાભ લેવા માટે તમે ESICની બ્રાન્ચ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અને બ્રાન્ચ ઓફિસ દ્વારા જ એમ્પોલયર સાથે ચકાસણી કરીને યોજનાનો લાભ આપશે. અને સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવામાં આવશે. અને દાવાના આઈડેન્ટિફિકેશન માટે આધાર નંબર જરૂરી હશે. અને અગાઉ ૯૦ દિવસની સમયસીમા હટાવીને હવે બેરોજગારના ૩૦ દિવસથી આ યોજનાનો લાભ મળશે.

જૂન મહિનામાં ૪,૯૮,૨૬૨ લોકો ફોર્મલ સેકટરમાં જોડાયા હતા. EPFOના લેટેસ્ટ પેરોલ ડેટના આધારે આ માહિતી સામે આવી છે. અને આ નવા કામદારોમાંથી અડધા ઉપરનાં કામદારો નવા જ જોડાયેલાં છે.

(11:08 am IST)