Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના વધુ ૩૦ રિપોર્ટ પોઝિટિવઃ કુલ આંક ૨૪૭૦

અત્યાર સુધીમાં કુલ ૧૩૦૧ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૫૩.૩૧ ટકાઃ આજ સુધીમાં કોરોના કારણે ૫૬ મૃત્યુ થયા

રાજકોટ,તા. ૨૧: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૦પોઝીટીવ કેસ મળી આવતાં તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૭૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી૧૩૦૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છે.જયારે આજ સુધીમાં કોરોનાને કારણે ૫૬ મોત થયા છે.

આજ સુધીમાં કુલ ૪૦,૯૨૫કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૨૪૭૦ સંક્રમીત હોવાનું ખુલ્યુ છે.

આમ, કોરોનાનો પોઝીટીવીટી રેટ ૫.૯૬ ટકા જેટલો છે. જ્યારે ૧૩૦૧લોકો સાજા થતાં રિકવરી રેટ ૫૩.૩૧ ટકા જેટલો છે. આમ,કોરોના કેસનો આંક  છેલ્લા અઠવાડિયાથી યથાવત જેવો છે.

(2:47 pm IST)