Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમેરિકામાં બેરોજગારી ભથ્થુ માંગનારાઓનો આંકડો ફરીથી ૧૦ લાખ ઉપર

બેરોજગારી ભથ્થુ ઘટાડીને કરાયુ ૬૦૦ માંથી ૩૦૦ ડોલર

વોશિંગ્ટન તા. ર૧ :.. અમેરિકામાં બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની સંખ્યામાં સતત બે અઠવાડીયા ઘટાડો થયા પછી ગયા અઠવાડીયે બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારાઓનો આંકડો ફરી ૧૦ લાખથી વધી ગયો છે. અમેરિકના શ્રમ મંત્રાલયના હાલના આંકડાઓથી આ માહિતી મળી છે. મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલ આંકડાઓ અનુસાર, ગયા અઠવાડીયે ૧૧ લાખ લોકોએ બેરોજગારી ભથ્થાની અરજી કરી હતી. સતત બે અઠવાડીયા ઘટાડો થયા પછી તેની સંખ્યા વધવાથી એ વાતના સંકેતો મળે છે કે હજુ પણ ઘણા નોકરી દાતાઓ છંટણી કરી રહ્યા છે.નવા આંકડાઓ દર્શાવે છે કે વાયરસ પ્રકોપના પાંચ મહિનાથી વધારે સમય વિત્યા પછી પણ અર્થ વ્યવસ્થા નબળી છે. આ પરિસ્થિતી હાલમાં જ કેટલાક ધંધાઓ ફરીથી ખુલવા અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં તેજી આવ્યા પછીની છે. બેરોજગારીના કલેઇમ માર્ચ પછી પહેલી વાર ગયા અઠવાડીયે ૧૦ લાખથી નીચે ૯,૭૧,૦૦૦ પર આવી ગયા હતાં. છટણીના શિકાર બનેલા મોટાભાગના લોકોનું માનવું છે કે તેમને નોકરીમાંથી કાયમી છૂટા કરાયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડીયે એક નવી સંધીય બેરોજગારી સહાયતા યોજના પર મંજૂરીની મહોર મારી છે. જેના હેઠળ હવે લોકોને દર અઠવાડીયે ૩૦૦ ડોલરનો લાભ મળશે. જે પહેલા દર અઠવાડીયે ૬૦૦ ડોલર હતાં.

(2:55 pm IST)