Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગરીબી નીચે હશે ૪૦ કરોડની આબાદી !

નીતિ આયોગ બનાવશે પોતાની જ નવી પધ્ધતિ : ૨૦૧૪માં ભારતમાં ૩૬.૩ કરોડ લોકો ગરીબ હતા : ૨૯.૬ કુલ વસ્તીનો ભાગ

નવી દિલ્હી તા. ૨૧ : નીતિ આયોગ દેશમાં ગરીબી માપવાના નવા ઙ્ગપોતાના માપદંડ બનાવશે. નીતિ અયોગનો ઉદ્દેશ્ય GMPI સાથે મળીને રાજયોમાં ગરીબી ઘટાડવાનો છે. હકીકતમાં કોરોના મહામારીના કારણે દેશમાં ૪૦ કરોડથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જય શકે છે તેની શંકા અનુભવાઈ રહી છે.

કોરોના સમયમાં દેશની અર્થવ્યવસ્થા ખોરવાતા દેશની ખુબ મોટી આબાદી ગરીબી રેખા નીચે જઈ શકે છે હાલમાં જ દેશના નીતિ આયોગે આ સ્થિતિથી બચવા માટે એક મિટિંગ રાખી હતી જેમાં UNDPની હાજરી પણ હતી. મિટિંગમાં ગરીબીને દેશમાંથી દૂર કરવાના વિકલ્પો અંગે ચર્ચા કરવાની વાત થઇ હતી.

મીડિયાના રિપોર્ટ્સ મુજબ આ વર્ષના અંત સુધીમાં રાજયની સ્થિતિ અને ઈન્ડેકસમાં સુધાર લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. UNDP, MPIના ગ્લોબલ રેન્કિંગમાં ઙ્ગભારતનો રેન્ક સુધારી શકાશે. કોવિડ ૧૯ના લીધે ભારતમાં ઙ્ગ૪૦ કરોડ લોકો ગરીબી સ્તર નીચે જઈ શકે તેવો ભય છે. આરબીઆઇના પૂર્વ ગર્વનર રંગરાજનની અધ્યક્ષતાની કમિટી અનુસાર વર્ષ ૨૦૧૪માં ભારતમાં ૩૬.૩ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ હતા. આ પહેલા વર્ષ ૨૦૦૯માં સુરેશ તેંડુલકરની કમિટી અનુસાર દેશમાં અંદાજે ૨૬.૯૮ કરોડ ગરીબી હેઠળ હતી.

(3:49 pm IST)