Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

તેલંગાણા સરકારના ભૂગર્ભ વિજ પ્લાન્ટમાં ગુરૂવારે થયેલ બ્લાસ્ટમાં ૯ લોકોના મોત : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુઃખ વ્યકત કર્યુ

હૈદ્રાબાદતેલંગાણા સરકારના ભૂગર્ભ વિજ પ્લાન્ટમાં ગુરૂવારે રાત્રે બ્લાસ્ટ થયો હોત. જેમાં લોકોના મોત થયા હતા. ઘટના અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દુઃખ વ્યકત કર્યુ હતું.

હૈદરાબાદ: તેલંગાણાના શ્રીલૈશમ હાઇડલ પાવર પ્લાન્ટની અંદર 9 લોકોના મૃતદેહ મળી ગયા છે. તેલંગાણા સરકારના ભૂગર્ભ વિજ પ્લાન્ટમાં ગુરુવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો. તે પછી આગ લાગી હતી. આ લોકો પ્લાન્ટની અંદર ફસાઇ ગયા હતા જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયો હતો.

આ ભીષણ દુર્ઘટના અંગે નગરકુરનૂલ કલેક્ટે જણાવ્યું છે કે, સહાયક ઇજનેરનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય શ્રીશૈલેમ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટના એક હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને 10 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગ રાત્રે 10.30 કલાકની આસપાસ લાગી હતી.

આ દુર્ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે,

શ્રીલૈશમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ (Srisailam hydroelectric plant)માં લાગવી દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુખના સમયમાં મારી સંવેદના શોકમાં લિપ્ત પરિવારો સાથે છે. મને આશા છે કે ઇજાગ્રસ્ત લોકો જલદી સાજા થઇ જશે.

 તેલંગાણાના એક હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટની અંદર પાવર હાઈસમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં 9 લોકો અંદર જ ફસાઈ ગયા છે. તેલંગાણા-આંધ્ર પ્રદેશ બોર્ડર પર આવેલ આ પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ રેસક્યુ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં 10 લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શ્રીસૈલમ ડેમ પર આવેલ આ અંડરગ્રાઉન્ડ પાવર પ્લાન્ટના યુનિટ-1માં મોડી રાત્રે 10:30 કલાકે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

તેલંગાણા સરકારના મંત્રી જી જગદીશ્વર રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, આ લાગવાની સાથે જ પાવર પ્લાન્ટની વીજ સપ્લાટને કાપી નાંખવામાં આવ્યો હતો. અમે કોલસાની ખાણોમાં કામ કરનારી ટીમની પણ મદદ લઈ રહ્યાં છીએ, કારણ કે તેમને આવી સ્થિતિનો સામનો કરવાનો અનુભવ હોઈ શકે છે. હાલ અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવા એજ અમારી પ્રાથમિક્તા છે.

(10:57 pm IST)