Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રેલવેએ લોન્‍ચ કર્યુ ‘રેલ મદદ' પોર્ટલ

રેલ મુસાફરોને આ પોર્ટલ હેઠળ ૨૪ કલાક સુવિધા મળશે : ટ્રેન-સ્‍ટેશન સંબંધિત તમામ સુચના અથવા ફરિયાદો નોંધાવી શકશે

નવી દિલ્‍હી તા. ૨૧ ફ રેલવે મંત્રાલયે મુસાફરોની મદદ માટે ‘રેલ મદદ' પોર્ટલ શરૂ કર્યું છે. રેલ મુસાફરોને આ પોર્ટલ હેઠળ ૨૪ કલાક સુવિધા મળશે. આ સેવા એપ, વેબસાઈટ, ઈ-મેલ, પોસ્‍ટ જેવા વિવિધ માધ્‍યમો દ્વારા ઉપલબ્‍ધ થશે. આ પોર્ટલ દ્વારા, રેલ્‍વે મુસાફરો ટ્રેન અથવા સ્‍ટેશન સંબંધિત તેમના સૂચનો અથવા ફરિયાદો નોંધાવી શકે છે. આ સૂચન અથવા ફરિયાદ એપ, વેબસાઇટ, SMS, સોશિયલ મીડિયા અથવા હેલ્‍પલાઇન નંબર દ્વારા નોંધાવી શકાય છે.

આ પોર્ટલમાં તમારા દ્વારા કરવામાં આવેલી ફરિયાદનું લાઈવ સ્‍ટેટસ બતાવવામાં આવશે. રેલવે ફીડબેક આધારિત સેવાઓ આપવા પર ભાર આપી રહી છે. Rail Madad વેબસાઈટ અનુસાર, આ પોર્ટલનો ઉદ્દેશ્‍ય મુસાફરોની સમસ્‍યાઓનો ઝડપી અને સંતોષકારક ઉકેલ આપવાનો છે. આ રીતે રેલવે મુસાફરોને સારો અનુભવ આપવા માંગે છે.

યુઝર્સ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીની મદદથી લોગઈન કરી શકે છે.લોગ ઈન કરતી વખતે એક બ્‍વ્‍ભ્‍ પણ એન્‍ટર કરવાનો રહેશે. ટ્રેનના ઓનબોર્ડ સ્‍ટાફ એટલે કે RPF એસ્‍કોર્ટ, ઇલેક્‍ટ્રિકલ અને હાઉસકીપિંગને તેમની સંબંધિત ફરિયાદો માટે SMS ચેતવણીઓ મળશે. TTE દરેક ફરિયાદ માટે એલર્ટ થાય છે. પ્રારંભિક સોંપણી ડિવિઝન કંટ્રોલ સેલને જાય છે. ડિપાર્ટમેન્‍ટ કંટ્રોલ રૂમ તમારી ફરિયાદના નિરાકરણ માટે રેલ પરના કર્મચારીઓ સાથે સંપર્ક કરે છે.

ફરિયાદ નોંધાયા બાદ યુનિક રજીસ્‍ટ્રેશન નંબર (RRN) આપવામાં આવે છે. ફરિયાદનું સ્‍ટેટસ RRN પરથી જાણી શકાય છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય પછી, ફરિયાદીને એક SMS મળે છે જયાં તેઓ ફરિયાદ નિવારણની ગુણવત્તા પર પ્રતિસાદ આપી શકે છે.

આ પોર્ટલમાં વધુ અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત ટિકિટ બુકિંગ, ટ્રેન પૂછપરછ, રિઝર્વેશન પૂછપરછ, રિટાયરિંગ રૂમ બુકિંગ, ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ સહિતની અન્‍ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

(10:24 am IST)