Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રેલ્‍વેના ઝાંસી ડીવીઝનના ૭ રેલ્‍વે સ્‍ટેશનોની ટિકીટ બુકીંગ સેવા ખાનગી હાથોમાં: ચિત્રકૂટનો સમાવેશ

પાયલોટ પ્રોજેકટ

ગ્‍વાલીયર તા. ર૧: રેલ્‍વેના ઝાંસી ડિવીઝનના વિખ્‍યાત ચિત્રકૂટ ધામ સહિતના ૭ રેલ્‍વે સ્‍ટેશનોની ટિકીટ બુકીંગ લેવા ખાનગી હાથોમાં દેવાની તૈયારીઓ કરી લેવાઇ છે. દેશભરમાં લાગુ કરાયેલ. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ઝાંસી ડિવીઝનની ૭ રેલ્‍વે સ્‍ટેશન પર ટિકીટ બુકીંગ માટે ટેન્‍ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે, આવનારા સમયમાં ખાનગી એજન્‍સીઓ ટિકીટ બારી પરથી કાઉન્‍ટર ટિકીટો આપશે. ડિવીઝનના ડબરા, દતિયા, ઉરઇ, મહોબા, લલિતપૂર, ખજુરાહો અને ચિત્રકૂટ ધામ રેલ્‍વે સ્‍ટેશનનો સમાવેશ કરાયો છે, હાલ આ સ્‍ટેશનો ઉપર રેલ્‍વેના કર્મચારીઓ ટિકીટો આપે છે.

 

(11:58 am IST)