Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

બી.એસ.પી.આગેવાન અને ગેંગસ્ટર મુખ્તાર અંસારીની મુસીબતમાં વધારો : 2003 ની સાલમાં જેલરને ધમકી આપવા બદલ ઉત્તર પ્રદેશ હાઇકોર્ટ બે વર્ષની સજા ફટકારી : ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા બાદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી

લખનૌ : માફિયા મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે રાજધાનીના આલમબાગ પોલીસ સ્ટેશનના એક અપરાધિક કેસમાં માફિયા મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલને મંજૂરી આપતાં આ નિર્ણય સંભળાવ્યો હતો.

વર્ષ 2003માં તત્કાલિન જેલર એસકે અવસ્થીએ મુખ્તાર વિરુદ્ધ આલમબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. જે મુજબ જેલમાં મુખ્તાર અંસારીને મળવા આવેલા લોકોની શોધખોળ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ તેની સાથે દુર્વ્યવહાર કરતા મુખ્તારે તેની તરફ પિસ્તોલ પણ તાકી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે મુખ્તારને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની સામે સરકારે અપીલ દાખલ કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)