Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કોરોનાના ૪૫૧૦ નવા કેસઃ ૩૩ના મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૪૭,૫૯૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૨૧: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૧૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૬.૯૫ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૪૭,૫૯૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૪૦૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૭૨,૯૮૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૫૬૪૦ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૬,૨૧૬એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૧૦ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૩૯,૯૯૪ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૨૦ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૮૧ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૬,૮૫,૫૧,૫૯૧  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૨,૨૭,૦૫૪  લોકોને રસી આપવામાં આવી હતી.

(3:29 pm IST)