Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સ્માઇસજેટ વિમાની કંપની ઉપર સંકટના વાદળો છવાયાઃ ૮૦ પાયલોટને ૩ મહિના માટે પગાર વગર રજા ઉપર મોકલી દેવાયા

ખર્ચને સુસંગત કરવાના અસ્થાઇ ઉપાય હેઠળ આ પગલુ ભરાયુ

નવી દિલ્હીઃ વિમાની કંપની સ્પાઇસજેટઍ ખર્ચને પહોîચી વળવા માટે ૮૦ પાયલોટને ૩ મહિના માટે પગાર વગર રજા ઉપર મોકલી દેવાયા છે.
સ્પાઇસજેટએ પોતાના 80 પાયલોટોને ત્રણ મહિના માટે પગાર વગર રજા પર મોકલી દીધા છે. ગુરૂગ્રામની વિમાન સેવા કંપનીએ કહ્યુ કે આ પગલુ ખર્ચને સુસંગત કરવાના અસ્થાયી ઉપાય હેઠળ ભરવામાં આવ્યુ છે. સ્પાઇસજેટે નિવેદનમાં કહ્યુ કે આ ઉપાય એરલાઇનની કોઇ કર્મચારીને નોકરીની બહાર ના કરવાની નીતિના અનુરૂપ છે.
કોવિડ મહામારી દરમિયાન પણ એરલાઇને કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા નહતા. આ પગલાથી પાયલોટોની સંખ્યાને વિમાનના બેડા સાથે સુસંગત કરી શકાશે.
બળજબરી પગાર વગર રજા પર મોકલવામાં આવેલા પાયલોટ એરલાઇનના બોઇંગ અને બામ્બાર્ડિયર બેડાના છે. એક પાયલોટે કહ્યુ, “અમને એરલાઇનના નાણાકીય સંકટની જાણકારી છે પરંતુ અચાનક લેવામાં આવેલા આ નિર્ણયથી અમને ઝટકો લાગ્યો છે. ત્રણ મહિનાની કંપનીની નાણાકીય સ્થિતિ શું હશે તેને લઇને પણ અનિશ્ચિતતા છે. આ વાતનું કોઇ આશ્વાસન નથી આપવામાં આવ્યુ કે રજા પર મોકલવામાં આવેલા પાયલોટોને પરત બોલાવવામાં આવશે. સ્પાઇસજેટના વર્તમાન અને કેટલાક પૂર્વ કર્મચારીઓએ જણાવ્યુ કે આ પ્રથમ વખત છે જ્યારે એરલાઇને કોવિડ-19 મહામારીને કારણે પાયલોટોને બળજબરી રજા પર મોકલ્યા છે.
સ્પાઇસજેટના એક પૂર્વ કર્મચારીએ જણાવ્યુ કે મહામારીને કારણે વિદેશી પાયલોટોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે 2020થી ચાલક દળના સભ્યોને એકથી વધારે વખત પગાર વગર રજા પર મોકલવામાં આવ્યા છે. આ સિવાય કર્મચારીઓના પગારમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. આ વચ્ચે, સ્પાઇસજેટે નિવેદનમાં કહ્યુ કે તેને 737 મેક્સ વિમાનોને ઉભા કર્યા બાદ 2019માં પોતાના બેડામાં 30થી વધારે વિમાન જોડ્યા છે. એરલાને આ આશામાં કે મેક્સ વિમાન જલ્દી ફરી પરિચાલનમાં આવશે, પાયલોટોની નિયુક્તી ચાલુ રાખી છે પરંતુ લાંબા સમયથી મેક્સ વિમાન ઉભેલા છે જેને કારણે હવે પાયલોટોની સંખ્યા વધી ગઇ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ કે જલ્દી મેક્સ વિમાન બેડામાં ફરી સામેલ થશે. આ સાથે જ પાયલોટોને ફરી કામ પર બોલાવવામાં આવશે.

(5:33 pm IST)