Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ક્રુઝ ડ્રગ કાંડ : આર્યન ખાનની જામીન અરજી નામંજૂર કરવાના મુંબઈ સેશન્સ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર : સુનાવણી 26 ઓક્ટોબર સુધી મુલતવી


મુંબઈ : ક્રુઝ ડ્રગ કાંડ મામલે ધરપકડ કરાયેલા શાહરુખ ખાનના પુત્રની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટે નામંજૂર કરતા આદેશને હાઇકોર્ટમાં પડકારાયો છે. જેની સુનાવણી નામદાર કોર્ટે 26 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

આર્યન ખાનના વકીલે વિનંતી કરી હતી કે આ મુદ્દો આવતીકાલ શુક્રવારે  અથવા સોમવારે  લેવામાં આવે પરંતુ કોર્ટે કહ્યું કે તે મંગળવારે અરજી પર સુનાવણી કરશે.

ખાન તરફથી વકીલ સતીશ મણેશીંદે દ્વારા જસ્ટિસ નીતિન સામ્બ્રે સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી તથા વહેલી તકે સુનાવણી હાથ ધરવા વિનંતી કરાઈ હતી.પરંતુ માનનીય જજે 26 ઓક્ટોબર મંગળવાર સુધી સુનાવણી મુલતવી રાખી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)