Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પાકિસ્તાનના લાહોરમાં ફેકટરીમાં બોયલર ફાટવાથી પ્રચંડ વિસ્ફોટ : અચાનક મોટો ધડાકો થતા નાસભાગ

પાકિસ્તાનના લાહૌર શહેરમાં એક મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં બોયલર ફાટવાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટના લાહૌરના મુલ્તાન રોડની એક ફેક્ટ્રીમાં થયો છે. ઘટનામાં કેટલાય લોકો માર્યા ગયા હોવાની ખબર આવી રહી છે. તેના અમુક વીડિયો અને ફોટાઓ સો. મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભીષણ વિસ્ફોટ જોઈ શકાય છે. ધમાકા સમયે રોડ પર વાહન પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક મોટો ધડાકો થતાં લોકો ભાગવા લાગ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 22 ડિસેમ્બરના રોજ કરાંચિમાં બોયલર ફાટ્યું હતું. અહીં બરફની ફેક્ટ્રીમાં બોયલર ફાટતા 8 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ પણ થયાં હતા. સ્થાનિક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો બધો ઘાતક હતો કે, ફેક્ટ્રીની ઈમારત આખી ઘરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો તેના કાળમાળમાં દટાઈ ગયા હતા. જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

(12:54 pm IST)