Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઉત્તરાખંડમાં ટ્રેકર ટૂકડીના ૧૧ સભ્યો લાપત્તા : મજૂર મળ્યો

નવી દિલ્હી, તા. ર૧ : ઉત્તરાખંડમાં છીતકૂલ જવા માટે નીકળેલા ટ્રેક્રર ટુકડીના ૧૧ જેટલા સભ્યો એકાએક લાપતા થયા છે અને મોટી ચિંતા ઊભી થઈ છે. હવામાન બગડેલું છે અને પર્વતીય ક્ષેત્રોમાં બરફ વર્ષા થઇ છે. એક સાથે ૧૧ જેટલા સભ્યો ગુમ થઈ જતા તંત્ર વાહકો દોડાદોડીમાં પડી ગયા છે.

આ ઘટનાની જાણ થતાં તરત જ જવાનોની ટુકડીઓ દ્વારા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ખરાબ હવામાન તેમના માર્ગમાં અવરોધક બની રહ્યું છે. જોકે તંત્ર વાહકોએ એવી માહિતી આપી છે કે ૧૧ સભ્યોનો સાથ છોડીને ચાલ્યા ગયેલા પોર્ટર ની શોધ કરી લેવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.

આ ઘટના કેવી રીતે બની અને ૧૧ જેટલા સભ્યો કેવી રીતે ગાયબ થઇ ગયા તે બધામાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પર્વતીય ક્ષેત્રોમાં જવાનો ૧૧ ગુમ થયેલા સભ્યોને શોધી રહ્યા છે.

ગુમ થયેલા સભ્યો કયા રસ્તા થી આવી રહ્યા હતા તેની માહિતી મેળવવામાં આવી છે અને તમામ માર્ગો પર સર્ચ અભિયાન ચાલી રહ્યું છે અને આજે તમને શોધી લેવામાં આવશે તેઓ વિશ્વાસ જવાનોએ વ્યકત કર્યો છે.

છેલ્લા થોડા સમયથી ઉત્તરાખંડમાં હવામાન અત્યંત બગડી ગયું છે અને કેટલાક પર્વતીય ક્ષેત્રમાં બરફ વર્ષા પણ થઈ છે અને ગુમ થયેલા સભ્યોને શોધવા માટે જવાનોએ દરેક શક્ય પ્રયાસો શરૂ કર્યા છે.

(3:28 pm IST)