Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

બરફવર્ષામાં ફસાતા ૧૨ ટ્રેર્ક્સ અને પોર્ટર્સનાં મોત

ઉત્તરાખંડમાં જુદી જુદી ત્રણ ગમખ્વાર ઘટના : બાગેશ્વરના પિંડારી ગ્લેશિયર પર ટ્રેકિંગ કરી રહેલા ૩૪ લોકોના ગ્રૂપના ચાર લોકો બરફવર્ષાની ચપેટમાં આવ્યા

રાયપુર, તા.૨૧ : ઉત્તરાખંડમાં હિમાલયના પહાડો પર થયેલી બરફવર્ષાના પગલે ટ્રેકિંગ કરી રહેલા ૧૨ પ્રવાસીઓ અને પોર્ટરોના મોત થયા છે.

ત્રણ અલગ અલગ ઘટનાઓમાં આ મોત થયા હોવાના અહેવાલો મળ્ય છે. એક ઘટનામાં બાગેશ્વરના પિંડારી ગ્લેશિયર પર ટ્રેકિંગ કરી રહેલા ૩૪ લોકોના ગ્રૂપના ચાર લોકો બરફવર્ષાની ચપેટમાં આવ્યા બાદ મોતને ભેટયા છે. જોકે આ ટીમના બાકી સભ્યો સુરક્ષિત છે.

આ સિવાય ઉત્તરકાશીમાં હર્ષિલ અને હિમાચલ પ્રદેશ વચ્ચે ગાયબ થયેલા ૧૧ ટ્રેકરોમાંથી પાંચના મૃતદેહ દેખાયા છે. એવુ કહેવાયુ છે કે, દિલ્હી અને બંગાળના આ ૧૧ ટ્રેકરોનુ ગ્રૂપ ૧૭ ઓક્ટોબરથી લાપતા હતુ. બીજી તરફ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સાથે પેટ્રોલિંગમાં ગયેલા અને લાપતા બનેલા ત્રણ પોર્ટરોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આઈટીબીપીના જવાનો ગમે તેમ કરીને પોતાનો જીવ બરફ વર્ષા વચ્ચે બચાવી શક્યા હતા.

કુલ મળીને ૧૨ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે.

(7:19 pm IST)