Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

રાજસ્થાનમાં રમણભમણ : 15 મંત્રી મંત્રીઓનું લિસ્ટ જાહેર કરાયું : બહુપ્રતીક્ષિત કેબિનેટમાં ફેરબદલનો નિર્ણય લેતા : મુખ્યમંત્રી અશોક ગેહલોત

આજે 15 ધારાસભ્યો મંત્રી તરીકે :11 કેબિનેટ મંત્રી : 4 ધારાસભ્યો રાજ્ય મંત્રી તરીકે શપથગ્રહણ કરશે

જેતુપર :  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બહુપ્રતીક્ષિત કેબિનેટમાં ફેરબદલનો નિર્ણય લીધો છે. આજે 15 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. જેમાંથી 11 કેબિનેટ મંત્રી બનશે અને 4 ધારાસભ્યો રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે. આ ફેરબદલની ખાસ વાત એ છે કે સચિન પાયલટના ખેમાના પાંચ લોકોને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
પ્રસ્તાવિત કેબિનેટ ફેરબદલ પહેલા, શનિવારે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને રાજસ્થાન મંત્રી પરિષદની બેઠક શરૂ થઈ હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટમાં ફેરબદલ કોંગ્રેસના નેતા સચિન પાયલટ અને દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો સાથે સામે આવ્યો હતો. સીએમ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના નેતાઓને પણ મળ્યા હતા.
આ પહેલા મુખ્ય પ્રધાનની નજીકના ત્રણ પ્રધાનોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. તેમને પહેલાથી જ સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે.

 

(11:09 am IST)