Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ખેડૂત આંદોલનમાં શીખો-હિન્‍દુઓને લડવાનું ષડયંત્ર હોવાનું અનુમાન પરંતુ આ ઇરાદાઓ પર વડાપ્રધાને ઠંડુ પાણી રેડી દીધુ

નવી દિલ્હી : પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચી લીધા બાદ શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહે મોટુ નિવેદન આપ્યુ છે. જ્ઞાની હરપ્રીત સિંહનુ કહેવુ છે કે, કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનની આડમાં ભારત સરકાર તેમજ સિખો અને હિન્દુ-સિખ વચ્ચે ભાગલા પાડવાનુ કાવતરુ રચાઈ રહ્યુ હતુ.પીએમ મોદીએ આવા તત્વોના ઈરાદા પર પાણી ફેરવી દીધુ છે.

જ્ઞાની હરપ્રીત સિંહે કહ્યુ હતુ કે, પીએમ મોદીઓ આ માટે આભાર, કાયદા પાછા ખેંચાવાથી એક મોટુ રાષ્ટ્રીય સંકટ ટળી ગયુ છે.આંદોલનમાં કેટલાક એવા જૂથો પણ હતા જે સિખ વિચારધારા, ઈતિહાસ અને લાગણીઓને બાજુ પર મુકી રહ્યા હતા.આવનારા સમયમાં તેના કારણે નુકસાન થાત.

ખેડૂત આંદોલનમાં પહેલેથી જ પંજાબ એપી સેન્ટર રહ્યુ છે અને એક વર્ષ દરમિયાન ચાલેલા આંદોલનમાં અવાર નવાર ખાલિસ્તાન તરફી તત્વો સક્રિય હોવાનો આરોપ ભૂતકાળમાં લાગેલો છે ત્યારે જ્ઞાની હરપ્રીત સિંહનુ નિવેદન બહુ સૂચક અને મહત્વનુ કહી શકાય તેવુ છે.

(4:07 pm IST)