Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

સાઉદી અરબની અરામકો ઓઇલ રિફાઇનરી, કિંગ અબ્દુલ્લાહ અને અબહા એરપોર્ટ સહિત સંખ્યાબંધ સ્થળોએ ૧૪ ડ્રોન વડે હુમલા

સાઉદી અરબની સેનાએ વળતા હુમલામાં વિદ્રોહીઓના 13 મિલિટ્રી બેઝ ખતમ કરી દીધા: યાર ડેપો અને ડિફેન્સ સિસ્ટમનો ખાત્મો બોલાવ્યો

સાઉદી અરબમાં સંખ્યાબંધ સ્થળોએ બોમ્બથી સજ્જ ૧૪  ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા. યમન દેશના હુતી જૂથના વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચ દુશ્મનાવટ છે. આ જૂથે દાવો કર્યો છે કે, સાઉદીના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. જેમાં સાઉદીની અરામકો રિફાઈનરી, જેદ્દાહમાં આવેલ કિંગ અબ્દુલ્લાહ એરપોર્ટ તેમજ અબહા એરપોર્ટનો સમાવેશ થાય છે.

બળવાખોરોના કહેવા પ્રમાણે સાઉદી અરબના જિજૈન અને નજરાન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. તેમાં થયેલા નુકસાન અંગે જોકે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પણ એવી જાહેરાત કરેલ કે સાઉદી અરબની સેના યમનમાં હુતી જુથ પર હવાઈ હુમલા કરી રહી હતી અને તેના જવાબમાં અમે ડ્રોન હુમલા કર્યા છે.

બીજી તરફ સાઉદી અરબની સેનાનુ કહેવુ છે કે, હુતી વિદ્રોહીઓના યમનમાં આવેલા સના, મારિબ તેમજ સદા શહેરમાં ૧૩ મિલિટરી બેઝને ખતમ કરી દેવાયા છે. જેની સાથે તેમના હથિયાર ડેપો તેમજ એર ડિફેન્સ સિસ્ટમ્સનો પણ ખાતમો બોલાવાયો છે.

(4:49 pm IST)