Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

વિરાટ કોહલી-અનુષ્કા શર્માની પુત્રીને બળાત્કારની ધમકી આપનાર રામનાગેશ અકુબાથિનીના જામીન મંજુર : ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની મેચ હારી ગયા બાદ આરોપીએ કથિત રીતે વાંધાજનક ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા

મુંબઈ : વિરાટ કોહલી-અનુષ્કા શર્માની 10 માસની પુત્રીને ટવીટરના માધ્યમથી બળાત્કારની ધમકી આપનાર  રામનાગેશ અકુબાથિનીના જામીન મુંબઈ કોર્ટે મંજુર કર્યા છે.

આરોપી 23 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબાથિની
સ્ટેટ ટોપર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), હૈદરાબાદનો સ્નાતક છે. તેના ઉપર ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપની મેચ હારી ગયા પછી કોહલી અને શર્માની 10 મહિનાની પુત્રી વિરુદ્ધ ટવીટરના માધ્યમથી કથિત બળાત્કારની ધમકી આપવાનો આરોપ છે.

મુંબઈ પોલીસે 8 નવેમ્બર, 2021ના રોજ કોહલીના મેનેજરની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. અકુબાથિનીને 11 નવેમ્બર, 2021 ના રોજ બાંદ્રા ખાતેની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ મેજિસ્ટ્રેટે અકુબાથિનીને 16 નવેમ્બર, 2021 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અકુબાથિનીએ તેની જામીન અરજીમાં જણાવ્યું હતું કે તેની સામેના ગુનાઓ મૃત્યુ અથવા તો આજીવન કેદની સજાને પાત્ર નથી અને તેથી, જામીન મંજૂર કરવા જોઈએ.

શનિવારે, બાંદ્રા ખાતેના મેજિસ્ટ્રેટે એક કે બે જામીન સાથે ₹50,000ના જામીન બોન્ડ પર અકુબાથિનીને જામીન આપ્યા હતા, જેમાંથી એક સ્થાનિક જામીન હોવો જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:44 pm IST)