Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

હિન્દુઓને અયોધ્યા,મુસ્લિમોને અજમેર,અને શીખોને કરતારપુર સાહિબની મફતમાં યાત્રા : ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાત

દિલ્હીથી પ્રથમ ટ્રેન અયોધ્યા તીર્થયાત્રા માટે 3 ડિસેમ્બરે ઉપડશે :ઉત્તરાખંડમાં સરકાર બનશે તો તીર્થયાત્રા યોજનાની શરૂઆત કરીશું: કેજરીવાલ

ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે હરિદ્વારમાં ઓટો ટેક્સી ડ્રાઈવર સાથે વાત કરતાં બધી જ વર્ગોના વોટ બેંકને સાધવાની કોશિશ કરી. તેમને જાહેરાત કરી કે, જો રાજ્યમાં સરકાર બનશે તો હિન્દુઓને અયોધ્યા, મુસ્લિમોને અજમેર અને શિખોને કરતારપુર સાહિબની ફ્રિમાં યાત્રા કરાવવામાં આવશે. તેમને કહ્યું કે, દિલ્હીથી પ્રથમ ટ્રેન અયોધ્યા તીર્થયાત્રા માટે 3 ડિસેમ્બરે ઉપડશે. ઉત્તરાખંડમાં અમારી સરકાર બનશે તો અમેં અહીં પણ તીર્થયાત્રા યોજનાની શરૂઆત કરીશું.

હરિદ્વારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસ ઉપર પણ નિશાનો સાંધ્યો, તેમને કહ્યું કે ભાજપા અને કોંગ્રેસે પાછલા 20-22 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય શું આપ્યું. કોંગ્રેસ કહે છે કે ભાજપા સ્ટિંગ તેમના પાસે છે, ભાજપા કહે છે કે કોંગ્રેસનું સ્ટિંગ તેમના પાસે છે. જો બંનેના સ્ટિંગ એક બીજા પાસે છે તો જેમની સરકાર, તે સજા આપે.

હરિદ્વારામાં ઓટો-ટેક્સ ડ્રાઈવર સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર બની, તેનો 70 ટકા યોગદાન ઓટોવાળાઓનું છે. એક ઓટોવાળો પોલીસથી લઈને સરકારને પૈસા આપે છે. અમે ઓટોને લઈને સિસ્ટમ જ બદલી નાંખી. દિલ્હીના કેટલાક ઓટોવાળાઓ પાસે મારો નંબર છે, ભારતના ઈતિહાસમાં પ્રથમ મુખ્યમંત્રી હશે જેનો નંબર ઓટોવાળા પાસે છે અને તે એક મેસેજ કરીને કહી શકે છે કે મને અહીં મુશ્કેલી પડી રહી છે. તમે મારૂ કામ કરાવી દો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 2020ની ચૂંટણીમાં મેં દિલ્હીવાસીઓને કહ્યું હતુ કે, જો હું કામ ના કરૂ તો મને વોટ આપતા નહીં. ચૂંટણીથી પહેલા આવું કહેવાની કોઈએ પણ હિમ્મત કરી નથી, આજે હું તમને એક તક આપવા માટે કહી રહ્યો છું, પછી તમે અન્ય પાર્ટીઓને વોટ આપવાનું બંધ કરી દેશો.

અરવિંદ કેજરીવાલે આ દિવસોમાં ઉત્તરાખંડમાં પોતાની પાર્ટીના મૂળીયાઓને મજબૂત કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણીથી પહેલા તેઓ ઉત્તરાંડની જનતાને પોતાની દિલ્હી મોડલના ખૂબીઓ ગણાવી રહ્યાં છે. બીજેપી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ખુબ જ જોરશોરથી પોતાનું પ્રચાર અભિયાન ચલાવી રહી છે. તેવામાં હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે જનતા તેમની પાર્ટી ઉપર કેટલો વિશ્વાસ મૂકે છે.

(9:25 pm IST)