Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પાછું હાંસલ કરવું આગામી એજન્ડા : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

એ માત્ર રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા નથી પણ માનવ અધિકારોનું સન્માન કરવાની જવાબદારી પણ છે

નવી દિલ્હી :કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પાછું મેળવવું એ આગામી એજન્ડા છે. દિલ્હીમાં પીઓજેકેના વિસ્થાપિતોને સમર્પિત ‘મીરપુર બલિદાન દિવસ’ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે જે નેતૃત્વ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવે છે, તે જ નેતૃત્વ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેલું POJKને પાછું મેળવવાની ક્ષમતા ધરાવે છે

મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમને સંબોધતા જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને તત્કાલીન રીયાસતના એક ભાગને ખોવાના રૂપમાં બીજી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ચાલ્યુ ગયું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) પાછું મેળવવું એ આગામી એજન્ડા છે.

(12:00 am IST)