Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ભારતના પૂર્વ જજ રંજન ગોગોઇને દેશભરમાં ક્યાંય પણ આવવા જવા માટે ખાસ ઝેડ પ્લસ સુરક્ષા મળશે

નવી દિલ્હી: ભારતના પૂર્વ જજ રંજન ગોગોઇને દેશભરમાં ક્યાય પણ આવવા-જવા માટે Z+ સુરક્ષા આપવામાં આવી છે. CRPFને તેમણે સુરક્ષા આપવા માટે કહેવામાં આવ્યુ છે.

દેશભરમાં સૌથી મહત્વપૂર્ણ નેતાઓ, અધિકારીઓ અને ખ્યાતનામ વ્યક્તિઓની સુરક્ષા મજબૂત બનાવવા માટે તેમણે અલગ અલગ સ્તરની સુરક્ષા આપવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન, દેશના ખાસ મંત્રીઓને ખાસ કરીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. જેમાં સુરક્ષાનો મજબૂત ઘેરો આપવામાં આવે છે. આ દેશની એસપીજી બાદ બીજી સૌથી ખાસ સુરક્ષા છે.

કોણે ઝેડ પ્લસ સુરક્ષા આપવી છે, તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે. જાસુસી વિભાગો દ્વારા મેળવવામાં આવેલી સૂચનાના આધાર પર ઝેડ પ્લસ અને અન્ય રીતની સુરક્ષા વીઆઇપી લોકોને આપવામાં આવે છે. ઝેડ સુરક્ષા પણ બે રીતની હોય છે. એક ઝેડ પ્લસ અને બીજી ઝેડ. ખાસ કરીને કેન્દ્રના મોટા મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે.

કેવી હોય છે Z+ સિક્યુરિટી

Z+ સુરક્ષા દેશની બીજી સૌથી મોટી સુરક્ષા છે. જેમાં 36 સુરક્ષા કર્મી હોય છે. જેમાં 10 NSG અને SPG કમાન્ડો હોય છે, સાથે જ કેટલાક પોલીસ પણ સામેલ હોય છે. જેમાં ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને CRPFના જવાન પણ સુરક્ષામાં તૈનાત હોય છે. આ સુરક્ષામાં પહેલા ઘેરાની જવાબદારી NSGની હોય છે જ્યારે બીજા ઘેરામાં SPG કમાન્ડો તૈનાત હોય છે. સાથે જ Z+ સુરક્ષામાં એસ્કૉટ્સ અને પાયલટ વાહન પણ આપવામાં આવે છે.

ઝેડ પ્લસ સુરક્ષા આ લોકોને મળે છે

ઉપ રાષ્ટ્રપતિ, પૂર્વ વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના જજ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, મહત્વપૂર્ણ કેન્દ્રીય મંત્રી, મુખ્ય નેતા, જાણીતા કલાકાર, કોઇ ખેલાડી, દેશના કોઇ જાણીતા તથા મહત્વપૂર્ણ નાગરિક.

(4:55 pm IST)