Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

યુ.એસ.માં AAPI તથા IMPACT ફંડ દ્વારા સુશ્રી કમલા હેરિસના વિજયનો વર્ચ્યુઅલ જશ્ન મનાવાયો : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી કમલા હેરિસે એશિયન પ્રજાજનો માટે અમેરિકાના રાજકારણમાં ઉજ્જવળ તકો હોવાનું પુરવાર કર્યું

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો શપથ વિધિ 20 જાન્યુઆરી 2021 ના રોજ સંપન્ન થયો.

અમેરિકામાં બીજા નંબરના સર્વોચ્ચ પદ ઉપર સૌપ્રથમવાર અશ્વેત અને મહિલા તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ સરજાતા એશિયન અમેરિકન પ્રજાજનોના સંગઠન AAPI તથા IMPACT ફંડ દ્વારા ઉજવણીનો વર્ચ્યુઅલ જશ્ન મનાવાયો હતો.

એશિયન અમેરિકન પેસિફિક આઇલેંડર ( AAPI ) ના ઉપક્રમે કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહુએ સુશ્રી કમલા હેરિસ માટે ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા જણાવ્યું હતું કે એશિયન પ્રજાજનો માટે અમેરિકાના રાજકારણમાં ઉજ્જવળ તકો હોવાનું પુરવાર કર્યું છે.

આ તકે IMPACT કો ફાઉન્ડર  શ્રી રાજ ગોયલ ,શ્રી દિપક રાજ ,ઇન્ડિયન અમેરિકન એક્ટર કાલ પેન ,સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.હિપ હોપ આર્ટિસ્ટ રાજા કુમારી ,તથા બાંગલાદેશી અમેરિકન સિંગર આરી અફ્સારે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

(7:19 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST