Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કર્ણાટક સરકારે વીકેન્ડ કર્ફ્યુ ખતમ કરવાની જાહેરાત કરી

આ સમયગાળા દરમિયાન રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે :કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે રાજ્ય સરકારો લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિયંત્રણો હળવા કરવા તૈયાર

બેંગલુરુ, તા.૨૧ :કોરોનાના કેસોને જોતા ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાદી દીધા હતા. પરંતુ હવે જેમ-જેમ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે રાજ્ય સરકારો લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિયંત્રણો હળવા કરવા તૈયાર છે. કર્ણાટક સરકારે રાજ્યમાંથી વીકેન્ડ કર્ફ્યુ ખતમ કરવાની જાહેરાત કરી છે, પરંતુ સમયગાળા દરમિયાન રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોયા બાદ દિલ્હીમાંથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારે પણ એલજીને પત્ર લખીને બજારોમાં દુકાનો ખોલવા માટે લાગુ ઓડ-ઈવન સિસ્ટમને દૂર કરવાની ભલામણ કરી છે. સાથે ખાનગી ઓફિસો પણ ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યમાં ગુરુવારે કોવિડ -૧૯ ના ૪૭,૭૫૪ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૯ લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયા હતા. રાજ્યમાં મંગળવારે કોવિડ-૧૯ના ૪૧,૪૫૭ અને બુધવારે ૪૦,૪૯૯ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કોવિડ-૧૯ના નવા કેસ દરરોજ વધી રહ્યા છે.

(12:00 am IST)