Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

આ વ્યક્તિને કોરોના પોઝીટીવ થવાની ઈચ્છા : સંક્રમિત મહિલા-છોકરી સાથે કરવી છે પાર્ટી : પૈસા ખર્ચવા તૈયાર

ફક્ત એક છોકરીની શોધમાં છે જે પાર્ટી દરમિયાન કોરોના પોઝિટિવ બનાવે

મુંબઈ :એક વ્યક્તિ એવો પણ છે જે એવી છોકરીની શોધમાં છે જે તેને કોરોના પોઝીટીવ કરી શકે. આ માટે તે પૈસા ખર્ચવા પણ તૈયાર છે, બસ શરત એ છે કે છોકરી કોરોના પોઝિટિવ હોવી જોઈએ. થાઇલેન્ડની એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તેવી મહિલા અથવા છોકરી સાથે પાર્ટી કરવા માંગે છે.

આ માણસનો હેતુ તેની સાથે રહેવાનો માત્ર એ છે કે પાર્ટી દરમિયાન છોકરીને તેને કોરોના પોઝિટિવ કરી દે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે કોઈ રોમેન્ટિક સંબંધમાં આવવા માંગતો નથી પરંતુ તે ફક્ત એક છોકરીની શોધમાં છે જે પાર્ટી દરમિયાન કોરોના પોઝિટિવ બનાવે.

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ પોતાના કામ માટે પરફેક્ટ વુમન મેળવવા માટે રેગ્યુલર બ્રોકરની મદદ માંગી છે. મહિલાએ પહેલા તેના એન્ટિજેન ટેસ્ટને પોઝિટિવ બતાવવો પડશે અને પછી તેણે પણ કોરોના પોઝિટિવ બનાવવું પડશે.

આ માટે વ્યક્તિએ £66થી £110 એટલે કે લગભગ 11,000 રૂપિયાની ઓફર કરી છે, જ્યારે તે 1300 રૂપિયાની બ્રોકરેજ પણ ઓફર કરી રહ્યો છે. આ વિચિત્ર રીતે માંગ કરી રહેલા વ્યક્તિનો સંદેશ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થાઇલેન્ડના સ્થાનિક મીડિયા દ્વારા આ વ્યક્તિની અનોખી જાહેરાત પાછળનું કારણ પણ એકદમ રસપ્રદ છે.

ખરેખર થાઇલેન્ડની વીમા કંપનીઓ કોવિડ-19ને તેમની યોજનામાં સામેલ કરી રહી છે. જો કોઈ વ્યક્તિને કોરોનાની ચપેટમાં આવશે તો તેને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. અગાઉ વીમા કંપનીઓએ આટલી તપાસ કરી ન હતી, પરંતુ હવે અધિકારીઓ દર્દીઓને મળવા જાય છે, આ જ કારણ છે કે લોકો કોરોના સંક્રમિત થવા માંગે છે. એટલુ જ નહિ થાઇલેન્ડમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થવાની રીતો પણ સમજાવી રહ્યા છે.

(12:00 am IST)