Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

૨૪ કલાકમાં ૩,૩૭,૭૦૪ નવા કેસ નોંધાયા : ૪૮૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્‍યો

દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રીક

નવી દિલ્‍હી તા. ૨૨ : ભારતમાં જાન્‍યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૭,૭૦૪,  નવા કેસ નોંધાયા છે અને ૪૮૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્‍યો છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૨,૬૭૬ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે ૯૫૫૦ કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્‍ટિવ કેસની સંખ્‍યા ૨૧,૧૩,૩૬૫ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૭.૨૨ ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ ૧૦,૦૫૦ થયા છે.દેશમાં ૨૧ જાન્‍યુઆરીએ ૧૯,૬૦,૯૫૪ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હોવાનું સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જણાવ્‍યું છે. ૨૧,૧૩,૩૬૫ કુલ એક્‍ટિવ કેસ છે.  ૩,૬૩,૦૧,૪૮૨ દર્દીઓ સાજા થઇ કુલ ડિસ્‍ચાર્જ થયા છે.  કુલ મૃત્‍યુઆંક   ૪,૮૮,૮૮૪ થયો છે.
કુલ રસીકરણ  ૧૬૧,૧૬,૬૦,૦૭૮ (જેમાંથી ગઈકાલે ૬૭,૪૯,૭૪૬ ડોઝ આપવામાં આવ્‍યા હતા.)

 

(11:11 am IST)