Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ઉત્તરપ્રદેશની ચૂંટણીના ઝંઝાવાત પ્રચારમાં રામભાઈ મોકરીયા

રાજકોટઃ ઉત્તરપ્રદેશની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા છેલ્લા ઘણા દિવસોથી જારશોરથી પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ અને ગ્રેટર નોઈડા ખાતે જુદી જુદી બેઠકો રામભાઈ મોકરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જાડાયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં ઉત્તરપ્રદેશમાં પ્રચારકાર્ય જારશોરથી થઈ રહ્ના છે. ગાઝીયાબાદ વિધાનસભાના પ્રબુદ્ધ વર્ગ સંવાદ કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

 

(1:51 pm IST)