Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વિકલાંગ મહિલાને કેરળ હાઈકોર્ટે જામીન આપ્યા : નવજાત શિશુને પાણીની ડોલમાં ડુબાડી દઈ મોત નિપજાવવાનો આરોપ છે : મૃતક શિશુ આરોપીનું 6ઠ્ઠું બાળક હતું અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના પરિણામે જન્મેલું હતું : આરોપી મહિલા અનેક પ્રકારની અપંગતાથી પીડિત છે અને તપાસના હેતુ માટે તેની સતત અટકાયત જરૂરી નથી તેવા મંતવ્ય સાથે જામીન મંજુર

કેરળ : કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક વિકલાંગ મહિલાને જામીન આપ્યા છે.તેના ઉપર નવજાત શિશુને પાણીની ડોલમાં ડુબાડી દઈ મોત નિપજાવવાનો આરોપ છે .મૃતક શિશુ આરોપીનું 6ઠ્ઠું બાળક હતું અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના પરિણામે જન્મેલું હતું તેવા અહેવાલ હતા. પરંતુ આરોપી મહિલા અનેક પ્રકારની અપંગતાથી પીડિત છે. છેલ્લા એક માસ ઉપરાંત સમયથી કસ્ટડીમાં છે. અને તપાસના હેતુ માટે તેની સતત અટકાયત  જરૂરી નથી તેવા મંતવ્ય સાથે નામદાર કોર્ટે જમીન મંજુર કર્યા હતા.

આરોપી મહિલા નિશા સુરેશ પર ભારતીય દંડ સંહિતાની કલમ 34 સાથે કલમ 302 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

સિંગલ-જજ જસ્ટિસ ગોપીનાથ પીએ અરજદારની જામીન અરજીને મંજૂરી આપતાં અવલોકન કર્યું કે અરજદારની સતત અટકાયત કોઈપણ તપાસના હેતુ માટે જરૂરી નથી. કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને અને અરજદાર બહુવિધ અપંગતાથી પીડિત હોવાનું જણાવવામાં આવ્યું છે અને તે હકીકતને ધ્યાનમાં રાખીને કે તેણી 10-12-2021 થી કસ્ટડીમાં છે અને તે હકીકતને ધ્યાનમાં રાખીને તપાસના હેતુ માટે સતત અટકાયત જરૂરી નથી તેથી  અરજદારને શરતોને આધીન જામીન મંજુર કરી શકાય છે. તેવા મંતવ્ય સાથે નામદાર જજે બે જામીન સાથે ₹25,000ના બોન્ડ પર અમલ કરીને જામીન પર મુક્ત કરવામાં આવે.

કોર્ટે અરજદારને જ્યારે પણ તેની જરૂર હોય ત્યારે તપાસ અધિકારી સમક્ષ રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. અરજદારને તપાસમાં દખલ ન કરવાનો, કોઈ સાક્ષીને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને જામીન પર હોય ત્યારે અન્ય કોઈ ગુનામાં સામેલ ન થવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:12 pm IST)