Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વિધાનસભાની ચૂંટણીમાં ન તો મોંઘવારી કે ન તો રોજી-રોટીની વાતઃ વિપક્ષ મુખ્‍ય મુદ્દો બનાવવામાં નિષ્‍ફળ

સસત્તાપક્ષને જે જોઇએ છે તે વિપક્ષ સામેથી આપી દયે છે : મોટા ભાગના રાજયોમાં રાજકીય પક્ષો વિજય માટે મોટી-મોટી જાહેરાતો કરે છેઃ વિજળી સહિત મફતમાં આપવાની વાતો કરે છે

નવ દિલ્‍હી, તા.૨૨: પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં મોંઘવારી અને બેરોજગારી એવા મુદા છે. જેનાથી પ્રજા ડાયરેકટ અસરગ્રસ્‍ત છે. પણ સત્તાપક્ષ આ મુદાઓ પરથી ધ્‍યાન ભટકાવવામાં સફળ થતો દેખાઇ રહ્યો છે, જયારે વિપક્ષો આને મુખ્‍ય મુદા બનાવવામાં નિષ્‍ફળ જણાઇ રહ્યા છે. એટલે આ મુદાઓની ચુંટણી પર કેટલી અસર પડશે એ બાબતે નિષ્‍ણાંતો નક્કી નથી કરી શકતા. તેમ છતાં નિષ્‍ણાંતોનું માનવું છે કે મહિલાઓ અને યુવાઓ પર તેની અસર થશે.
યુપી, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવામાં ચુંટણી પ્રક્રિયા શરમ પર છે. મોટા ભાગના રાજયોમાં રાજકીય પક્ષો જીતના મોટા-મોટા વાદા કરી રહ્યા છે. મફતમાં વસ્‍તુઓ આપવાની વાતો પણ કરાઇ રહી છે પણ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદાઓનું નક્કર સમાધાન શોધવાની વાત ના તો સત્તા પક્ષ કરી રહ્યો છે ના વિપક્ષ. વિપક્ષી દળો આ મુદાઓને સરકાર વિરૂધ્‍ધ ઉઠાવવાનો પ્રયત્‍ન જરૂર કરી રહ્યા છે પણ તેઓ હજુ સુધી આ મુદાઓ પર ચુંટણીને કેન્‍દ્રિત નથી કરાવી શકયા.
દિલ્‍હી યુનિવર્સિટીના પ્રોફેસર સુબોધ કુમાર મેહતા કહે છે કે આ મુદાઓને ગૃહિણીઓ અને ભુવાઓને અસર કરી છે. સરકારો બેરોજગારી દૂર કરવાના અને મોંઘવારીને કાબુમાં લેવાના પોતાના વચનોમાં નિષ્‍ફળ રહી છે. કોરોના મહામારીએ આ સંકટને વધારે જટીલ બનાવ્‍યું છે. એક તો લોકોની આવક ઘટી છે અને ઉપરથી મોંઘવારી વધી ગઇ છે. એટલે આ મુદાઓ આ ચુંટણીમાં અસર તો જરૂર કરશે. ખાસ કરીને યુપી અને પંજાબ જેવા મોટા રાજયોમાં અસર દેખાશે, જયાં યુવા વસ્‍તી વધારે છે. યુપીના ગ્રામીણ વિસ્‍તારોમાં ખાસ કરીેન ખેડૂતોમાં મોંઘવારીના મુદાની અસર જોવા મળી શકે છે.
સીએમઆઇઇના બેરોજગારી અંગેના ડીસેમ્‍બરના આંકડાઓ જોઇએ તો ગોવા અને પંજાબમાં બેરોજગારીની સમસ્‍યા સૌથી મોટી છે. ગોવામાં આ દર ૧૨ અને પંજાબ ૭ ટકાની આસપાસ છે. જયારે યુપી અને ઉતરાખંડમાં તે પાંચ ટકા છે. હાલમાં ચુંટણી સર્વે કરનારી એજન્‍સીઓના સર્વેક્ષણો પર જણાવે છે કે યુપીમાં આ બે મુદાઓ અસર કરશે. પંજાબમાં એક રાજકીય પક્ષે પોતાના આંતરિક સર્વેમાં જાણ્‍યું કે મોંઘવારીના મુદાની અસર સૌથી વધારે છે અને બેરોજગારી બીજા નંબર પર છે. આ પ્રકારના સર્વે ગોવા અને ઉત્તરાખંડમાં પણ સામે આવ્‍યા છે.


 

(4:04 pm IST)