Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

' બધાય નાપાસ ' : જમ્મુ એન્ડ કાશ્મીર જિલ્લા ન્યાયાધીશની ભરતી પરીક્ષામાં 217 ઉમેદવારોમાંથી એક પણ પાસ નહીં : બે ઉમેદવારોને ઝીરો માર્ક : એક પણ વકીલ પરીક્ષામાં ક્વોલિફાય ન થવાનો પાંચમો કિસ્સો



જમ્મુ : જમ્મુ અને કાશ્મીર ઉચ્ચ ન્યાયિક સેવામાં જિલ્લા ન્યાયાધીશોની સીધી ભરતી માટે સપ્ટેમ્બર 2019 માં લેવાયેલી લેખિત પરીક્ષામાં કોઈ ઉમેદવાર લાયક બન્યો નથી. એક પણ વકીલ પરીક્ષામાં ક્વોલિફાય ન થવાનો આ પાંચમો કિસ્સો છે.તેવું એક વરિષ્ઠ ન્યાયિક અધિકારીએ બાર એન્ડ બેન્ચને જણાવ્યું હતું .
 

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર, 217 ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં હાજરી આપી હતી પરંતુ કોઈએ પણ સામાન્ય શ્રેણી માટે 96 અને અનામત શ્રેણી માટે 80 લાયકાતના ગુણ પ્રાપ્ત કર્યા નથી.
 
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટે 11 નવેમ્બર, 2018ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને પ્રેક્ટિસ કરતા વકીલો, વકીલો, મદદનીશ સરકારી વકીલો અને સિવિલ જજ તેમજ 35 થી 48 વર્ષની વયના વરિષ્ઠ સિવિલ જજની અરજીઓ મંગાવી હતી. સાત જિલ્લા ન્યાયાધીશોની પોસ્ટ પર સીધી ભરતી માટે સાત વર્ષથી વધુનો અનુભવ માંગ્યો હતો.

પસંદગી ત્રણ ક્રમિક તબક્કાઓ દ્વારા કરવાની હતી જેમાં પ્રથમ પ્રારંભિક પરીક્ષા ત્યાર બાદ મુખ્ય પરીક્ષા અને પછી વાઇવા હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાતના ગુણ 50 ટકા નક્કી કરવામાં આવ્યા હતા જ્યારે તે બિન અનામત વર્ગ માટે 60 ટકા હતા.

તેમાંથી કોઈ ક્વોલિફાય થયું ન હતું જ્યારે બે ઉમેદવારોએ ઝીરોનો સ્કોર મેળવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
(6:24 pm IST)