Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ એ આગોતરા જામીન આપવાનું કારણ છે : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનું જણાય ત્યારે કોર્ટને આગોતરા જામીન આપવાની સત્તા છે : છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો

છત્તીસગઢ : છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કાયદાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનું જણાય છે, ત્યારે કોર્ટને આગોતરા જામીન આપવાની સત્તા છે.

આરોપી-અપીલકર્તાએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ), 1989ની કલમ 14 (A) (2) હેઠળ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

આરોપીઓએ કથિત રીતે ભારતીય દંડ સંહિતાની એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ.કલમ 294, 323, અને 506, તેમજ કલમ 3 (1) (r), 3 (1) (s), અને 3 (2) (va) હેઠળ કથિત શિક્ષાપાત્ર ગુનો કર્યો હતો.

ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, પીડિત પંચાયત સચિવે અપીલકર્તા, ઉપ-સરપંચ સામે એફઆઈઆર દાખલ કરી હતી. આરોપ છે કે તેણે પંચાયતની બેઠક દરમિયાન પંચાયત પ્રસ્તાવ રજીસ્ટરમાં ફેરફાર કર્યા હતા.

જ્યારે ફરિયાદીએ વાંધો ઉઠાવ્યો ત્યારે અરજદારે તેની સામે અન્ય સભ્યોની હાજરીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અને તેની જાતિના નામે તેને અપશબ્દો બોલી, તેનો કોલર પકડ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(9:19 pm IST)