Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

હવે દેશના 5થી 12 વર્ષના બાળકોને લગાવાશે કોર્બેવેક્સ વેક્સિન:પેનલે સરકારને કરી ભલામણ

કમિટીની ભલામણ પર ડીસીજીઆઈ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના કેસોમાંથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. હવે 5થી 12 વર્ષના બાળકોની વેક્સિનની દિશામાં સરકાર સક્રિય થઈ છે.  DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે એક મોટી બેઠક મળી હતી અને તેમાં 5થી 12 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિન અને બાયોલોજિકલ ઈની કોર્બેવેક્સ આપવાના મુદ્દ ચર્ચા કરવામાં આવી હતી. કમિટીએ તેની બેઠકમાં 5થી 12 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સની મંજૂરી આપી દીધી છે. કમિટીએ ડીસીજીઆઈને કોર્બાવેક્સિની ભલામણ કરી દીધી છે. કમિટીની ભલામણ પર ડીસીજીઆઈ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

કમિટીએ બન્ને વેક્સિનના નામ ડીસીજીઆઈને મોકલી આપ્યાં છે. ડીસીજીઆઈ ટૂંક સમયમાં આ બન્ને વેક્સિનને મંજૂરી આપે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હાલમાં 12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ વેક્સિન અપાઈ રહી છે. 

હાલમાં દેશમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે અને આવી સ્થિતિમાં બાળકોને સુરક્ષિત રાખવા એક મોટો પડકાર છે અને તેમાંય નાના બાળકો જો વેક્સિન દ્વારા સુરક્ષિત થઈ જાય તો વધારે સારુ. આથી સરકાર ટૂંક સમયમાં 5થી 12 વર્ષના બાળકોની વેક્સિનને મંજૂરી આપશે

(9:40 am IST)