Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

આગરા રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલને આવ્યો હાર્ટ એટેક: વિડિઓ વાયરલ

પોલીસકર્મીની ઓળખ ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી રીગલ કુમાર સિંહ તરીકે થઈ

આગ્રા રેલવે પોલીસના એક કોન્સ્ટેબલ ફરજ દરમિયાન શહીદ થયા છે. મૂળ યુપીના બિજનૌરની રહેવાસી રીગલ કુમાર સિંહ જ્યારે ગુરુવારે સાંજે આગ્રા રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.  આને કારણે તેઓ બેભાન બનીને ચાલુ ટ્રેન પર પડી ગયા હતા. પોલીસકર્મીની ઓળખ ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી રીગલ કુમાર સિંહ તરીકે થઈ છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોન્સ્ટેબલને એક ખાલી પ્લેટફોર્મ પર ઊભેલા જોઈ શકાય છે અને બાજુમાં પસાર થતી માલગાડી જોઈ શકાય છે જે પછી તેમને ચક્કર આવે છે અને તેઓ ચાલતી ટ્રેનની નીચે આવી જાય છે. 

પોલીસ કોન્સ્ટેબલને પડતા જોઈને એક ટીટી તેમની તરફ દોડી જાય છે પરંતુ તેઓ તેમને બચાવી શક્યા નહોતા. ત્યાર બાદ બીજા પોલીસકર્મીઓ તેમને હોસ્પિટલ લઈ જાય છે જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. 

 
મૃતક પોલીસ કોન્સ્ટેબલ રીગલ કુમાર સિંહ યુપીના બીજનોરના રહેવાશી છે. તેમને પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે 2011ની સાલમાં યુપી પોલીસ દળમાં દાખલ થયા હતા ત્યાર બાદ 2021માં તેમની જીઆરપીમાં બદલી થઈ હતી. 

(11:36 pm IST)