Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અમૂલનું વિશેષ KGF ચેપ્ટર 2 ડૂડલ બન્યું : સોશ્યલ મીડિયામાં જબરજસ્ત વાયરલ

અમૂલેતેની આઇકોનિક શૈલીમાં ડૂડલ શેર કર્યું :ડૂડલમાં અભિનેતા યશને બાઇક સાથે રોકીના ગેટ-અપમાં બતાવાયો :

મુંબઈ : ગત તા. 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી, ફિલ્મ ‘KGF: Chapter 2’ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા યશ મુખ્ય ભૂમિકામાં છે. તેણે ફિલ્મમાં રોકીનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કરોડોની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુની કમાણી કરી છે અને કમાણીનો આ સિલસિલો સતત ચાલુ છે.

હવે જ્યારે આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ છે, તો પછી અમૂલ તેનું સન્માન કરવામાં કેવી રીતે પાછળ રહી શકે. ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલે આ ફિલ્મને સન્માનિત કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિશિષ્ટ પોસ્ટ રજૂ કરી છે.

આ ડૂડલ એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે અને ત્યારથી લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે અને લોકો ફિલ્મ KGF ચેપ્ટર 2ના વખાણ કરવામાં વ્યસ્ત છે. આના પર અત્યાર સુધીમાં 99 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

 

(12:01 am IST)