Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મુંબઈનું ગેસ સકિંગ મોડલ દિલ્હી અપનાવશે :લેન્ડફીલ સાઈટ પર આગની વધતી ઘટનાઓ પર સરકાર સતર્ક

પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું - લેન્ડફિલ સાઇટ્સમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ મિથેન ગેસનું સતત ઉત્સર્જન છે, જે માત્ર આગની ઘટનાઓને પ્રોત્સાહન આપતું નથી પરંતુ વાતાવરણ માટે પણ નુકસાનકારક

નવી દિલ્હી :  દેશની રાજધાની દિલ્હીમાં આ વખતે આકરી ગરમી પડી રહી છે. ઉનાળાની આ મોસમને કારણે આ વખતે રાજધાની દિલ્હીમાં આગની ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે. જેના કારણે સરકારને ઘણું નુકસાન થયું છે. આવી ઘટના ફરી ન બને તે માટે આજે દિલ્હી સચિવાલય ખાતે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં DPCC, MCD, IIT દિલ્હી, પર્યાવરણ વિભાગ, TERI, CSE, IGL, GAIL અને અન્ય તમામ સંબંધિત વિભાગોના નિષ્ણાતો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં, લેન્ડફિલ સાઇટ્સમાં આગની વધતી જતી ઘટનાઓ અંગેના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વિશે માહિતી આપતાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે આ બેઠકમાં તમામ વિભાગોના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ મુંબઈની ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત ગેસ સકિંગ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

લેન્ડફિલ સાઇટ્સ પર આગની ઘટનાઓને રોકવા માટે દિલ્હી હવે મુંબઈ પાસેથી શીખશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીમાં પણ મુંબઈમાં લેન્ડફિલ સાઈટમાંથી ગેસ ખેંચવાની સિસ્ટમ અપનાવવા સૂચના આપી છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ તેના અભ્યાસ માટે મુંબઈ જશે.

દિલ્હીમાં ત્રણ કચરાના પહાડો છે. અહીં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે, જેના કારણે હવા ઝેરી બની જાય છે. દિલ્હી સરકારે ગુરુવારે લેન્ડફિલ સાઇટ પર આગ નિવારણ માટે ઘણા વિભાગો અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, વિચાર-વિમર્શ બાદ મુંબઈના કચરાના ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત ગેસ સકિંગ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ખાસ ટીમો મુંબઈ જઈને સિસ્ટમનો અભ્યાસ કરશે. આ સિસ્ટમથી કચરામાંથી સતત નીકળતા મિથેન ગેસને નિયંત્રિત કરવામાં આવશે. લેન્ડફિલ સાઇટ્સ પર આગ લાગવાનું સૌથી મોટું કારણ મિથેન ગેસ હોવાનું માનવામાં આવે છે.

તમામ વિભાગોના તજજ્ઞો સાથે યોજાયેલી બેઠકમાં અનેક સૂચનોની પણ વિચારણા કરવામાં આવી હતી જેથી વહેલી તકે કાર્યવાહી કરીને આગની ઘટનાઓ અટકાવી શકાય. મીટીંગ દરમિયાન તજજ્ઞો સાથેની ચર્ચામાં ગેસના અનિયંત્રિત ઉત્સર્જનને રોકવા માટે ગેસ કુવાઓ સ્થાપિત કરવા, કચરાને માટીથી લગભગ 10 સેમી સુધી ઢાંકવા, કચરાને 6 રીતે અલગ કરવા જેવા સૂચનો પર પણ વિચારણા કરવામાં આવી હતી. ડીપીસીસી અને એમસીડીની સંયુક્ત ટીમોને વહેલામાં વહેલી તકે મુંબઈ મોકલવા માટે પણ આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેથી ગેસ સકિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવી શકાય

 

 

(12:05 am IST)