Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

બિહારના ખાગરિયામાં રહેતા દિવાકરનો સ્વદેશી જુગાડ : પોતાની કારમાં ફેરફાર કરીને તેને હેલિકોપ્ટર બનાવ્યું

તેમની આ મોડિફાઈડ રાઈડ ચર્ચાનો વિષય બની: તેની હેલિકોપ્ટર કારને જોવા લોકોના ટોળા ઉમટી પડે છે : સોશ્યલ મીડિયામાં વાયરલ

બિહારના ખાગરિયામાં રહેતા દિવાકરે પોતાની કારમાં ફેરફાર કરીને તેને હેલિકોપ્ટર બનાવ્યું. હવે તેમની આ મોડિફાઈડ રાઈડ ચર્ચાનો વિષય બની ગઈ છે. રસપ્રદ વાત એ છે કે કારને હેલિકોપ્ટર બનાવવા માટે તે વ્યક્તિએ સ્વદેશી જુગાડનો સહારો લીધો હતો. હવે હેલિકોપ્ટર કાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.જ્યારે તેમની કાર ભાગલપુરના તિલકમંઝી પહોંચી તો ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.

બિહારના ખગરિયા જિલ્લાના રહેવાસી દિવાકરે પોતાની વેગનઆરને હેલિકોપ્ટરમાં બદલી નાખી છે. હવે સ્થિતિ એવી છે કે તેની હેલિકોપ્ટર કારને જોવા લોકોના ટોળા ઉમટી પડે છે. તે જ્યાં પણ જાય છે, લોકો ફોટા પાડ્યા વિના માનતા નથી. દિવાકરે જણાવ્યું કે તેને યુટ્યુબ પરથી કારમાં ફેરફાર કરવાનો વિચાર આવ્યો. આ પછી તેણે તેના મોડિફિકેશનમાં 3.5 લાખ રૂપિયા ખર્ચ્યા. પરંતુ તેમનું રોકાણ ખોટનો સોદો ન હતો. હવે લગ્ન દરમિયાન વરરાજાની સવારી માટે તેમની કાર ભાડે આપવામાં આવે છે. તે કહે છે કે વર-કન્યાને પોતાની કારમાં બેસવાનું પસંદ છે.

(12:33 am IST)