Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ :ચાણસ્મા પાસે કારનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત :એક જ પરિવારના 3 લોકોના મોત

સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો : અન્ય ચાર લોકોને ઇજા

પાટણના ચાણસ્માના કંબાઈ ગામના પાટિયા પાસે ઈકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. તો અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો. પરત ફરતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા. જ્યારે આજે સાંજે સાત વાગ્યે લગ્ન વધાવવાનું હતું. દુર્ઘટનાને પગલે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.

(12:34 am IST)