Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

હવે વધુમાં વધુ થોડા દિવસો સુધી અમે ટકી શકીએ તેમ છીએ:. યુક્રેની નૌ-સૈનિકોએ મદદ માટે પોકારો

બિનશરતીય મંત્રણા માટે કેટલાક યુક્રેની નેતા તૈયાર : યુક્રેનીઓનું કહેવું છે કે અમે ઘેરાઈ ગયાં છીએ

રશિયન સેના સામે લડનારા યુક્રેની નૌ-સૈનિકોએ મદદ માટે પોકારો કરવા શરૂ કરી દીધા છે. તેમનું કહેવું છે કે અમારી પાસે માત્ર થોડા કલાકો જ રહ્યા છે. વધુમાં વધુ થોડા દિવસો સુધી અમે ટકી શકીએ તેમ છીએ.

અત્યારે મારિયુપોલ ચારે તરફથી ઘેરાઈ ગયું છે. યુક્રેની સૈનિકો એક સ્ટીલ પ્લાંટમાં આશ્રય લઇ રહ્યા છે. ત્યારે રશિયાએ બીજું આખરીનામું પણ આપી દીધું છે.

રશિયન સૈનિકોએ આ વિશાળસ્ટીલ પ્લાંટ ફરતી એવી ઘેરાબંધી કરી દીધી છે. આ સ્ટીલ પ્લાંટ અને મારીયુપોલ સંભવત યુક્રેનનો અંતિમ દુર્ગ છે. તે પ્લાંટમાં રહેલા એક સૈનિકે વિડીયો ઉપર મદદ માટેનો અંતિમ પોકાર કરતાં કહ્યું છે કે અમારી પાસે માત્ર થોડા જ દિવસો કે થોડા કલાકો જ રહ્યા છે. નવા બોમ્બમારાને લીધે આ 'પોર્ટ સીટી'માં ફસાઈ ગયેલા નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો પણ નિરર્થક બની ગયા છે. દરમિયાન ક્રેમ્બીને જણાવ્યું છે કે યુક્રેન છોડનારા નાગરિકોની સંખ્યા વધીને ૫૦ લાખ પહોંચી છે.

આમ યુક્રેન પ્રશ્ને વૈશ્વિક તણાવ વધી રહ્યો છે ત્યારે રશિયાએ તેનાં નવા પ્રકારનાં ઇન્ટર કોન્ટીનન્ટેલ બેલાસ્ટિક મિસાઇલ (ICBM)'સરમટ'નાં પહેલાં જ પરીક્ષણને સફળ જણાવ્યું છે. પ્રમુખ પુતિને કહ્યું હતું કે આ મિસાઇલ કોઈ પણ એન્ટી મિસાઇલ ડીફેન્સ સીસ્ટીમમાંથી પણ બચી શકે તેમ છે, જે રશિયાને ધમકાવવા વાળા લોકોને બે વખત વિચારવા માટે ફરજ પાડે છે. રશિયન અંતરિક્ષ એજન્સીએ તે પરીક્ષણને નાટોને આપેલી ભેટ સમાન ગણાવ્યું છે. જ્યારે પેન્ટાગોને તે પરીક્ષણને નિયમિત રીતે થતાં પરીક્ષણો સમાન ગણાવી કહ્યું હતું કે તેથી કોઈ ભય ઉપસ્થિત થતો નથી.

દરમિયાન યુક્રેનના પૂર્વના વિસ્તારો ઉપર રશિયાના હુમલા ચાલુ છે. તેણે ત્યાં સેંકડો મિસાઇલ હુમલા કર્યા છે. હવાઈ હુમલા કર્યા છે તેમાં સેના અને ગાઢ વસ્તીવાળા વિસ્તારો સમાવિષ્ટ છે. રશિયાનો હેતુ રશિયન ભાષી ડોન બાસે પ્રદેશ કબજો કરવાનો છે. આ રોગ કોલસાની ખાણો અને ભારે ઉપકરણો બનાવવાની ફેકટરીઓનો ગઢ છે. લુહાન્સ્કના ગવર્નરે કહ્યું હતું કે આ પ્રદેશના ૮૦ ટકા વિસ્તારો ઉપર રશિયાનો કબ્જો છે. રશિયન સેના ક્રેનિનના કબ્જે કરી પોપસ્ના તરફ આગળ વધી છે.

નાગરિકોને તત્કાળ શહેર છોડવા જણાવી દેવાયું છે. યુદ્ધ બંધ કરવા માટેની શરતોનો એક ડ્રાફ્ટ રશિયાએ યુક્રેનને આપ્યો છે. ક્રેમ્બીનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે હવે દડો તેમના કોર્ટમાં છે. અમે ઉંમરની રાહ જોઇએ છીએ પરંતુ ડ્રાફ્ટ અંગે કોઈ વધુ માહિતી આપી ન હતી. જ્યારે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આવા કોઈ ડ્રાફ્ટની માહિતી મારી પાસે નથી. તેણે તે જોયો નથી. સાંભળ્યો પણ નથી. જો કે તેમના એક ટોચના સલાહકારે કહ્યું હતું કે અમે તેની સમીક્ષા કરીએ છીએ.

અત્યારે મારિયાપોલમાંથી બહાર જવાનો કોઈ સેફ કોરીડોર પણ નથી. નગરમાં હજ્જારો નાગરિકો મહિલાઓ અને બાળકો ફસાયેલાં છે. ઝેલેન્સ્કીના સલાહકાર અને અન્ય અગ્રણી નેતાએ સૈનિકો અને નાગરિકોને જાન બચાવવા માટે કોઈ પણ શરત વીના મંત્રણા કરવા તૈયારી દર્શાવી હતી.

(12:39 am IST)