Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અમરેકિાએ ચીનની ક્ષમતાને ઊણી આંકવાની ભૂલો કરવી ન જોઇએ.: ડ્રેગને આપી ચેતવણી

ચીનની સેના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સંરક્ષણ અને ક્ષેત્રીય અખંડતાનું દ્રઢતા પૂર્વક રક્ષણ કરશે.

બૈજિંગ : ચીનના સ્ટેટ કાઉન્સીલર અને સંરક્ષણ મંત્રી વેઇ ફેંગે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન સાથે કૃષિ ઉપર કરેલી વાતચીતમાં બંને મંત્રીઓ વચ્ચે સમુદ્રી અને હવાઈ સુરક્ષા તથા યુક્રેન જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.

વેઇએ કહ્યું હતું કે આ પ્રશ્નોએ બંને દેશોના પ્રમુખો વચ્ચે સધાયેલી સહમતીને ગંભીરતાથી લેવી જોઇએ. ચીન અમેરિકા સાથે સ્થિર સંબંધો સ્થાપિત કરવાની આશા રાખે છે. તેમણે કહ્યું કે તે સાથે ચીન પોતાનાં રાષ્ટ્રીય હિતો અને ગરીમાને પણ રશિયા માગે છે. પરંતુ તે સાથે તેમણે ચેતવણી આપી હતી કે આમ છતાં અમરેકિાએ ચીનના દ્રઢ સંકલ્પ અને ક્ષમતાને ઊણી આંકવાની ભૂલો કરવી ન જોઇએ. તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.

તૈવાન પ્રશ્ને તેમણે કહ્યું હતું કે જો તે પ્રશ્નને યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે તે તેની ચીન-અમેરિકા સંબંધો ઉપર વિનાશકારી અસર પડી શકે તેમ છે. ચીનની સેના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સંરક્ષણ અને ક્ષેત્રીય અખંડતાનું દ્રઢતા પૂર્વક રક્ષણ કરશે.

ચાઈનીઝ સમાચાર સંસ્થા સિન્હુઆ જણાવે છે કે ઓસ્ટિને કહ્યું હતું કે અમેરિકા ચીન સાથે સૈન્ય આદાન-પ્રદાન તથા સહયોગ સ્પષ્ટ અને ખુલ્લી રીતે મજબૂત કરશે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ પ્રતિસ્પર્ધા અને જોખમોને યોગ્ય રીતે સંભાળવાં પડે તેમજ બંને દેશોની સેનાઓએ આવનારી મુશ્કેલીઓને બરોબર સંભાળવી જોઇએ.

નિરીક્ષકો કહે છે કે આ છેલ્લી લાઇનો ચીનના હુંકારનો સ્પષ્ટ ઉત્તર છે. સાથે તેમાં તૈવાનની સુરક્ષા માટેની અમેરિકાની પ્રતિબંધતાનો આડકતરો ઉલ્લેખ છે.

(12:42 am IST)