Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જિનોમ સિકવેનસીંગમાં મોટો ખુલાસો :દિલ્હીમાં ઝડપથી વધતા કોરોનામાં કેસો પાછળ ઓમીક્રોનના 9 સબ વેરિયન્ટ

દિલ્હીમાં જીનોમ સિક્વેન્સિંગમાં ઓમીક્રોનના BA.2.12.1 સહિત 9 વેરિયન્ટની પુષ્ટિ થઈ

નવી દિલ્હી :દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ઓમીક્રોનના સબ વેરિયન્ટ મુખ્ય કારણ છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ઓમીક્રોનના 9 સબ વેરિયન્ટ છે. દિલ્હીમાં જીનોમ સિક્વેન્સિંગમાં ઓમીક્રોનના BA.2.12.1 સહિત 9 વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. દિલ્હીમાં કોરોનાની સ્પીડ ચાલી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોના વાયરસના 1009 કેસ સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. મંગળવારે દિલ્હીમાં કોરોના વાયરસના 601 કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સતત દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં સંક્રમણ દર 5.70 ટકા સુધી પહોંચી ગયો છે. 314 લોકો સારા થઈને પાછા પણ આવી ગયા. હવે ચિંતાનો વિષય એ છે કે 10 ફેબ્રુઆરી બાદ રાજધાનીમાં ફરી એક વખત 1000 કેસ પાર થયા છે.

10 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં કોરોના વાયરસના 1104 કેસ સામે આવ્યા હતા. હવે કેસ તો વધી રહ્યા છે પરંતુ દિલ્હીમાં ટેસ્ટિંગ અત્યાર સુધી વધારવામાં આવી નથી. બુધવારે રાજધાનીમાં કુલ 17,701 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં પણ RT-PCRની સંખ્યા માત્ર 9581 રહી. એવામાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવા પર પણ ભાર આપવામાં આવશે. દિલ્હીમાં રવિવારે 517, સોમવારે 501, મંગળવારે 632 અને બુધવારે 1009 કેસ સામે આવ્યા છે.

સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ દિલ્હીમાં 10 એપ્રિલથી 18 એપ્રિલ વચ્ચે એક અઠવાડિયામાં પોઝિટિવિટી દર 6 ગણો વધી ગયો છે. દિલ્હીમાં 10 એપ્રિલના રોજ પોઝિટિવિટી દર 1.29 ટકા હતો. અત્યારે એક દિવસમાં 141 કેસ આવ્યા હતા. તે સોમવારે વધીને 7.72 ટકા થઈ ગયા. દેશમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2380 કેસ સામે આવ્યા છે.

આ પહેલા મંગળવારે કોરોના વાયરસના 2067 અને સોમવારે 1247 કેસ મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 0.53 ટકા થઈ ગયો છે તો વિકલી પોઝિટિવિટી રેટ 0.43 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,49,114 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 2380 લોકો પોઝિટિવ મળ્યા છે જ્યારે 1231 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 56 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

(12:49 am IST)