Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

યુક્રેનને અત્‍યાર સુધીમાં ૬૦ બિલિયન ડોલરનું નુકસાન થયું

વિનાશમાંથી બહાર આવવા માટે દર મહિને સાત બિલિયન ડોલરની જરૂર : રશિયા અને યુક્રેન વચ્‍ચેનું યુધ્‍ધ ૫૮માં દિવસે પહોંચી ગયુ

કિવ/મોસ્‍કો/વોશિંગ્‍ટન તા. ૨૨ : રશિયા અને યુક્રેન વચ્‍ચેનું યુદ્ધ ૫૮માં દિવસે પહોંચી ગયું છે. બે મહિના પહેલા શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે, આ દરમિયાન રશિયાએ યુક્રેનિયન શહેર મેરીયુપોલ પર જીતનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિને પોતાની સેનાને માર્યુપોલ પર હુમલા રોકવાનો આદેશ આપ્‍યો છે અને શહેરની મજબૂત ઘેરાબંધી કરવાનું પણ કહ્યું છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્‍સકીએ વિશ્વ બેંકના મંત્રી સ્‍તરીય રાઉન્‍ડ ટેબલ પર રશિયા પર યુદ્ધ કરનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે.
રશિયન સેનાએ યુક્રેનના ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કર્યો છે. પ્રાદેશિક સૈન્‍ય પ્રશાસને કહ્યું કે હુમલામાં આઠ નાગરિકો ઘાયલ થયા છે. આ મિસાઇલોને ખોરીતસિયા ટાપુ પર છોડવામાં આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીએ વિશ્વ બેંક સાથેની રાઉન્‍ડ ટેબલ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું કે એક અંદાજ મુજબ, તેમને આર્થિક નુકસાનને ભરપાઈ કરવા માટે દર મહિને $૭ બિલિયનની જરૂર પડશે.
યુક્રેનને અત્‍યાર સુધીમાં ૬૦ બિલિયન ડોલરનું નુકસાન થયું છે, વિનાશમાંથી બહાર આવવા માટે દર મહિને સાત બિલિયન ડોલરની જરૂર છે.
વિશ્વ બેંકના અંદાજ મુજબ, યુક્રેનને રશિયન હુમલામાં અત્‍યાર સુધીમાં $૬૦ બિલિયનથી વધુનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર નુકસાન થયું છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે કહ્યું કે આ અંદાજ માત્ર અત્‍યાર સુધી થયેલા નુકસાનનો છે. જો યુદ્ધ વધુ ચાલુ રહેશે તો તે વધશે

 

(10:23 am IST)