Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

દિલ્‍હીમાં ૪ મહિનાના માસૂમને થયો કોરોના : બાળક ઓક્‍સિજન સપોર્ટ પર

નવી દિલ્‍હી,તા. ૨૨: રાજધાની દિલ્‍હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગત બુધવારે એક હજારથી વધુ નવા કેસ સામે આવ્‍યા હતા. તો બીજી તરફ સંક્રમણ દરમાં પણ વધારો જોવા મળ્‍યો હતો.

એવામાં દિલ્‍હીના LNJP હોસ્‍પિટલના ડોક્‍ટર સુરેશ કુમારે જણાવ્‍યું કે અત્‍યારે હોસ્‍પિટલમાં કોરોનાના કુલ ૭ દર્દીઓ એડમીટ છે. જેમાંથી ૫ એડલ્‍ટ છે અને ૨ બાળકો છે. એક બાળક ૭ વર્ષનું છે અને એક તો ફક્‍ત ૪ મહિનાનું બાળક છે. તમને જણાવી દઇએ કે ૪ મહિનાનું બાળક ઓક્‍સિજન સપોર્ટ પર છે. બાળકને કોરોના થયો છે અને બાળકની હાલત નાજુક છે.

ચાર મહિના બાળકના પિતા પણ કોવિડ પોઝિટિવ છે અને હોસ્‍પિટલમાં દાખલ છે. ડોક્‍ટર સુરેશ કુમારે જણાવ્‍યું કે જો પેરેન્‍ટ્‍સે વેક્‍સીન લીધી નથી તો તેનાથી બાળકને સંક્રમણ થઇ શકે છે. આ મામલે આપણે વધુ એલર્ટ છીએ અને જાગૃત રહેવાની જરૂર છે.

(10:38 am IST)