Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં ૬ કરોડથી વધુ સભ્‍યોએ કરી નોંધણી

નવા અધ્‍યક્ષ ચૂંટાશે : પક્ષે કરી જોર શોરથી તૈયારીᅠ

નવી દિલ્‍હી તા. ૨૨ : કોંગ્રેસ પક્ષ આ સમયે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના સુધારપ્રસ્‍તાવની સાથે સાથે તેને પક્ષમાં સામેલ કરવા વિચાર કરી રહી છે. આ ઉપરાંત પક્ષ સંગઠનાત્‍મક ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. છ કરોડથી વધુ કોંગ્રેસ સભ્‍યોએતેના માટે ઉમેદવારી નોંધાવી છે. કેન્‍દ્રીય ચૂંટણી સત્તાના અધ્‍યક્ષ મધુસુદન મિષાીએકહ્યું કે પક્ષે તેમની સભ્‍યતા અભિયાન પૂરું કરી લીધું છે. જેમાં અંદાજે ૬ કરોડ સભ્‍ય નામાંકિત થયા.

તેઓએકહ્યું ડિજિટલ સભ્‍યતાના માધ્‍યમથી અંદાજે ૨.૬ કરોડ સભ્‍યોની અરજી કરવામાં આવી હતી. તેથી કુલ સંખ્‍યાને આગામી સમયમાં અંતિમ રૂપ આપવામાં આવશે. ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી તે છ કરોડથી વધુ થવાની આશા છે. ઉલ્લખેનીય છે કે ૧૫ એપ્રિલ સુધી જે સભ્‍યોનુંઉમેદવારી થઇ છે તે સંગઠન ફરી બુથ સમિતિની ચૂંટણીમાં ભાગ લેવાના હકદાર હશે. મિષાીએજણાવ્‍યું પક્ષ પ્રાથમિક સ્‍તરથી શરૂ થશે અને ત્‍યારબાદ બુથ સમિતિ ચૂંટણી, બ્‍લોક, જિલ્લા અને રાજય સ્‍તરની ચૂંટણી થશે.

તેઓએ કહ્યું તેમનામાટે દેશભરમાં ૭૫૬ જિલ્લા રીટર્નીંગ અધિકારી નિયુક્‍ત કરવા આવ્‍યા છે. અમે કોંગ્રેસ કાર્ય સમિતિ દ્વારા કરેલાકાર્યક્રમ મુજબ યોગ્‍ય ચાલી રહ્યા છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ સુધી પક્ષને એક નવા અધ્‍યક્ષ મળશે. હજુએ સ્‍પષ્ટ નથી કે રાહુલ ગાંધી પક્ષના અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે નહીં?

 

 

(1:28 pm IST)